નવા સાંઢીયા પુલનો માર્ગ મોકળો થશે નોટિસ બજવણી, મનપા તંત્ર હરકતમા

  • December 07, 2023 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના જામનગર રોડ ઉપરના સાંઢીયા પુલનું આયુષ્ય પૂર્ણ થઇ ગયું હોય આ પુલ હવે જોખમી અને ભયગ્રસ્ત હોવાનો પત્ર રેલવે વિભાગે બે વર્ષ પૂર્વે મહાપાલિકાને પાઠવ્યો હતો ત્યારબાદ એક વર્ષ સુધી કોઇ કાર્યવાહી થઈ ન હતી દરમિયાન મોરબીનો ઝૂલતો પુલ ધરાશાયી થતા મનપા તંત્ર હરકતમાં આવ્યું હતું અને અહીં નવો પુલ બનાવવા કાર્યવાહી શરૂ કરી તેની ડિઝાઇન બનાવવા અને રેલવેની જરૂરી મંજૂરીઓ મેળવવામાં એક વર્ષ વિત્યું હતું. આમ બબ્બે વર્ષથી લટકતો આ પ્રોજેક્ટ ડાયવર્ઝન માટેની જમીન સંપાદિત કરવામાં વિલંબિત થતા તાજેતરમાં નોટિસની બજવણી કરી સંપાદન કાર્યવાહી આગળ ધપાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. વિશેષમાં મહાપાલિકાના ઇજનેરી સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પુલના ડાયવર્ઝન માટે જ્યાંથી રસ્તો કાઢવાનો થાય છે તે રસ્તો રાજવી પરિવારના ભોમેશ્વર મંદિર ટ્રસ્ટની જમીનમાંથી પસાર થાય છે ત્યાંથી તદ્દન કામચલાઉ ધોરણે મતલબ કે નવા બ્રિજનું કામ ચાલે ત્યાં સુધી રસ્તો કાઢવા માટે રાજવી પરિવારના ટ્રસ્ટના સભ્યો સાથે વાતચીત કરાઇ હતી પરંતુ કોઈ નિરાકરણ નહીં આવતા અહીં એલઓપી (લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ) મૂકીને કલમ-213 હેઠળ જમીન સંપાદન માટે ટીપી બ્રાન્ચ દ્વારા નોટિસ આપવામાં આવી છે.દરમિયાન ક્યા કારણોસર આ પ્રોજેક્ટ અટકી પડ્યો છે તે મુદ્દે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકર તેમજ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલએ અધિકારીઓ અને ઇજનેરો સાથે ચચર્િ કરી માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી હોવાનું જાણવા મળે છે. જો ડાયવર્ઝન મામલે બધું સમુસુતરૂ પાર પડશે તો ડિસેમ્બરના અંતમાં સુધીમાં અથવા તો કમુરતા ઉતર્યે ઉત્તરાયણ બાદ આ પ્રોજેક્ટનું ટેન્ડર પ્રસિધ્ધ થાય તેવી શકયતા છે.
 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application