વર્તુ ર માંથી પાણી છોડવામાં આવતા સોઢાણા નજીક બેઠા પુલ ઉપરનો રસ્તો થયો બંધ: થોડા કલાકો માટે વાહનોની અવર જવર બંધ 

  • March 26, 2021 09:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોરબંદર અને દેવભુમિ દ્વારકા જીલ્લામાં સિંચાઇની સુવિધા પુરી પાડતા વર્તુ-ર ડેમમાંથી ઉનાળુ પાક માટે પાણી છોડવામાં આવતા સોઢાણા બેઠા પુલ ઉપરનો રસ્તો બંધ થઇ ગયો હતો. જો કે, ત્‌યારબાદ પાણીનો પ્રવાહ ઓછો થતાં રાહત જોવા મળી હતી.
પોરબંદર અને દેવભુમિ દ્વારકા જીલ્લામાં સિંચાઇ માટે ઉપયોગી વર્તુ-ર ડેમમાંથી ઉનાળુ પાક માટે પાણી છોડવામાં આવ્‌યું હતું તેથી નદીઓના પટમાં અવર-જવર નહીં કરવા સુચના અપાઇ હતી.પોરબંદર અને દ્વારકા જીલ્લાના અનેક ગામડાઓના ખેડૂતો વર્તુ-ર સિંચાઇ યોજના ઉપર નભે છે અને વર્તુ-ર ડેમમાંથી ઉનાળુ મોસમ માટે સિંચાઇનું પાણી છોડવામાં આવતા સોઢાણા નજીક બેઠા પુલ ઉપર પાણીનો પ્રવાહ ફરી વળ્યો હતો જેથી કલાકો સુધી રસ્તો બંધ થઇ ગયો હતો. અહીંયાથી દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવર-જવર થાય છે. મુખ્‌ય રસ્તા પરનો પુલ બિસ્માર હોવાથી ડાયવર્ઝન કાઢીને નીચેની બાજુએથી ભારે વાહનોને પસાર થવાની છુટ અપાતા બેઠા પુલ ઉપરથી વાહનો જામખંભાળીયા અને જામનગર તરફ જાય છે પરંતુ ત્‌યાં પુલ ઉપર જ વર્તુના પાણી ફરી વળતા વાહન વ્‌યવહાર બંધ થઇ ગયો હતો જેના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. જો કે, ધીમેધીમે પાણીનો પ્રવાહ ઓસરતા રાહત જોવા મળી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS