રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોની સપાટીમાં વધારો થયો છે. મોજ, વેણુ-2, ફુલઝર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત પાનેલી ડેમ 80% ભરાતા હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે.
વિગત વાર વાત કરીએ તો રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમ તરફથી મળેલ સૂચના અનુસાર ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લાના વિવિધ ડેમોની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજકોટ જિલ્લાના 2 તથા જામનગર જિલ્લાના ફુલઝર ડેમ ઓવરફ્લો થતાં હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
ભારે વરસાદને કારણે ઉપલેટા તાલુકા પાસે આવેલ વેણુ-2 ડેમના 8 દરવાજા 12ઃ35 કલાકે 0.9 મીટર અને મોજ ડેમના 10 દરવાજા 1.52 મીટર ખોલવામાં આવ્યા છે. આથી ઉપલેટા તાલુકાના વેણુ-2 ડેમની હેઠવાસમાં આવેલા વરજાંગ જાળીયા, ગધેથડ, મેખા-ટીંબી, નાગવદર અને નિલાખા અને મોજ ડેમની હેઠવાસમાં આવેલા મોજીરા, ગઢાળા, કેરાળા, ખાખીજાળિયા, નવાપરા, સેવંત્રા, ઉપલેટા અને વાડલા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા જણાવાયું છે.
આ સાથે જ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા પાસે આવેલ ફુલઝર(કે.બી.)ડેમ ઓવરફ્લો થતાં ડેમના 6 દરવાજાને 0.9 ફૂટ ખોલવામાં આવ્યો છે. જેના હેઠવાસમાં આવતા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના રબારીકા,હરિયાસણ, ચરેલીયા, ખારચીયા અને રાજાપરા ગામના લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. આ ઉપરાંત પાનેલી નાની સિંચાઈ યોજનાની કુલ સપાટી 53.30 ફૂટ છે. હાલ ડેમની સપાટી 51.40 ફૂટ હોય, ડેમ 80% ભરાયેલ છે. ઉપરવાસમાં પાણીની આવકમાં વધારો થશે તો ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે તેમ હોઈ ડેમની નીચવાસમાં આવતા પાનેલી, હરિયાસણ, ખારચિયા, જાર અને ચરેલિયા ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેતીના પગલા લેવા જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં અમૃત-સ્વર્ણિમ હેઠળ રૂ.9528 લાખના ડ્રેનેજના કામોના પ્રોજેક્ટ્સ સાકાર
September 21, 2024 03:15 PMરાજકોટમાં એક વર્ષમાં 1124 નવી સ્ટ્રીટલાઇટ્સ નાખી રોશની પથરાઇ
September 21, 2024 03:14 PMજામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
September 21, 2024 03:12 PMકુંભારવાડા,રામદેવનગરમાં પિતા-પુત્ર પર સામાન્ય બાબતે પાંચ શખ્સોનો હુમલો
September 21, 2024 02:59 PMઘરફોડ ચોરીમાં સંડોવાયેલી સોનગઢની મહિલા ચોરીના ઘરેણાં સાથે ઝડપાઈ
September 21, 2024 02:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech