રાજકોટ પુછત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ અંતર્ગત આર્થિર રીતે નબળા પરંતુ ભણવામાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષા યોજાઈ ગયેલ.
આ પ્રવેશ પરીક્ષામાં ૫૨૧ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી ચાર વિષય ગણીત, વિજ્ઞાન, સમાજવિદ્યા અને અંગ્રેજીની લેખિત પરીક્ષા આપી હતી. ૬ કલાકમાં આ પરીક્ષા કાર્યક્રમમાં બે વિષયની પરીક્ષા પછી ટ્રસ્ટ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ભોજન પીરસાયુ હતું. આર્થિક રીતે નબળા પરિવારના તેજસ્વી બાળકોની કારકિર્દી ઉઠાવળ બનાવવા વિજયભાઈ રૂપાણીએ કંડારેલી કેડી ઉપર ચાલતા અંજલીબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ તથા ડો.મેહુલભાઈ રૂપાણીના માર્ગદર્શન અંતર્ગત પરીક્ષા વ્યવસ્થા તંત્ર અદ્ભુત રીતે આયોજવામાં આવ્યું હતું. પરીક્ષા ખંડ અને કલાસીસની શ્રી પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ દ્રર આપતું હાર્દિક સ્વાગત કરે છે
વ્યવસ્થા ડો.મેહુલભાઈ રૂપાણી તથા નેહલભાઈ શુકલ દ્વારા કરવામાં આવી હતી. ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ સર્વે મહાનુભવોને આવકારીને સ્વાગત કર્યું હતું.આ પરીક્ષાનું પરિણામ તારીખ ૧૮ મે ૨૦૨૬, સોમવારના રોજ ટ્રસ્ટના ભવન મથુરનગર, રાજકોટ મહાનગર પાલિકા પૂર્વઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે મૂકવામાં આવશે.. મેરિટમાં પસંદગી પામેલ ૨૦થી ૨૫ વિદ્યાર્થીઓને ટ્રસ્ટ શૈક્ષણિક ઇત્તક લઈ ધો.૮થી ધો.૧૨ સુધી તમામ શૈક્ષણિક સુવિધા જેવી કે રાજકોટની શ્રેષ્ઠ શાળામાં પ્રવેશ, ફી, પુસ્તકો તેમજ જરૂરી સામગ્રી ઉપરાંત સાયકલ આપશે. આ વિદ્યાર્થીઓને આરોગ્ય સુવિધા પણ ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવશે.
વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો ફોન નંબર ૦૨૮૧-૨૩૦૪૫૪૫ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application