મોરબીમાં સ્વામિનારાયણ સંસ્થાએ જમીન હદની બહાર બાંધકામ કર્યાનો રિપોર્ટમાં ખુલાસો

  • June 15, 2024 01:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મચ્છુ નદીના પટમાં સ્વામીનારાયણ સંસ્થા દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું હોય જે બાબતે કલેકટર દ્વારા પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર, મોરબી નગરપાલિકા, ડી.આઈ.એલ.આર અને કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગ મોરબીની કમિટી બનાવી રીપોર્ટ સુપરત કરવા આદેશ કર્યો હતો જે રીપોર્ટ સોપવામાં આવ્યો છે જેમાં સંસ્થાની જમીનની હદ બહાર બાંધકામ થયાનો ખુલાસો થયો છે જીલ્લ ા કલેકટર કે બી ઝવેરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે મચ્છુ નદીના પટમાં સ્વામીનારાયણ સંસ્થા દ્વારા થઇ રહેલા બાંધકામ મામલે કમિટીએ રીપોર્ટ સોપ્યો છે જેમાં ડી.આઈ.એલ.આર મોરબીના રીપોર્ટ મુજબ સંસ્થાની જમીનની હદની બહાર બાંધકામ થયેલ હોય જે બાંધકામ દુર કરાવવાનું રહે છે તો ચીફ ઓફિસરના રીપોર્ટ મુજબ સંસ્થા દ્વારા કરવામાં આવેલ બાંધકામમાં નિયમો મુજબ વોટરબોડીઝ (નદી) થી નિયમોનુસાર અંતર જાળવવામાં આવેલ નથી તેમજ પાલિકા દ્વારા બાંધકામ મંજુરી બાબતે સંસ્થાને નોટીસ આપવામાં આવી છે તો સંસ્થાએ કરેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સંસ્થા પ્રશાસનની સાથે રહેશે અને સૂચનાઓનું પાલન કરશે સંસ્થાએ કોઈ વિરોધ કર્યો નથી અને પ્રશાસનની કામગીરી અટકાવવા વિનંતી પણ નથી કરી જે બાંધકામ દુર કરવાનું થશે તો તે મુજબ સંસ્થા જાતે દુર કરે તે માટે સમજૂત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application