અક્ષય, સારા અને ધનુષ અભિનીત ફિલ્મ 'અતરંગી રે'ની રિલીઝ ડેટ થઇ જાહેર

  • February 20, 2021 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના સંકટને કારણે બંધ થિયેટરો ફરી એકવાર ગુલઝાર જોવા મળશે. ઘણી બોલિવૂડ મૂવીઝ હવે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. અક્ષય કુમાર, ધનુષ અને સારા અલી ખાન અભિનીત ફિલ્મ 'અતરંગી રે' પણ આ યાદીમાં છે. આ ફિલ્મ ટૂંક સમયમાં થિયેટરોમાં જોવા મળશે. 

મળતી માહિતી અનુસાર ફિલ્મ 'અતરંગી રે' 6 ઓગસ્ટ, 2021ના ​​રોજ મોટા પડદે રજૂ થશે. હાલમાં ફિલ્મની રિલીઝ તારીખની ઓફિશિયલ કાઉન્ટડાઉન શરૂ થઈ ગઈ છે. આ ફિલ્મ માર્ચ 2020માં ફ્લોર પર ગઈ હતી, પરંતુ તે સમયે કોરોના રોગચાળાને કારણે લોકડાઉન થવાને કારણે ફિલ્મનું શૂટિંગ બંધ કરાયું હતું. બાદમાં આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બર 2020માં  શરૂ થયું. 'અતરંગી રે' આનંદ એલ રાયની દિગ્દર્શન બની છે. પહેલા આ ફિલ્મ 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે પર રિલીઝ થવાની હતી. એવા પણ સમાચાર હતા કે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. પરંતુ હવે પ્રોડક્શન હાઉસે સ્પષ્ટ કર્યું છે કે તે મૂવી થિયેટરમાં જ રજૂ થશે. એટલે કે હવે 'અતરંગી રે' 6 ઓગસ્ટ, 2021ના ​​રોજ મોટા પડદે રજૂ થશે.

આ પહેલી વાર છે જ્યારે સારા અલી ખાન ધનુષ સાથે સ્ક્રીન શેર કરી રહી છે. એવા અહેવાલો પણ છે કે સારા અલી ખાન આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. આ સાથે જ અક્ષય કુમારે હાલ જ તેમની બીજી ફિલ્મ બેલ બોટમનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ટૂંક સમયમાં તે ફિલ્મ થિયેટરમાં પણ રિલીઝ થશે. એટલે કે અક્ષય કુમારના ચાહકોને તેની બે ફિલ્મ્સ બેક ટૂ બેક જોવાની તક મળશે. આ કારણે અક્ષયના ચાહકો પણ ઘણા ઉત્સાહિત છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS