બોલિવૂડના ઈતિહાસમાં અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરના તૂટેલા સંબંધો હંમેશા ચર્ચાનો વિષય રહ્યા છે. એક સમય હતો જ્યારે કરિશ્મા કપૂર સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના ઘરની વહુ બનવાની હતી. બંનેની ભવ્ય સગાઈ પણ થઈ ગઈ હતી, પરંતુ ગણતરીના મહિનાઓમાં જ આ સંબંધ તૂટી ગયો અને બંને પરિવારો વચ્ચે અંતર આવી ગયું. હવે વર્ષો પછી એક સિનિયર જર્નાલિસ્ટે આ સગાઈ તૂટવા પાછળના ચોંકાવનારા કારણો પરથી પડદો ઊંચક્યો છે.સિનિયર જર્નાલિસ્ટ જ્યોતિ વેંકટેશે જણાવ્યું કે, આ હાઈ-પ્રોફાઈલ સંબંધ તૂટવા પાછળનું એક મોટું કારણ 'પ્રીનપ્શિયલ એગ્રીમેન્ટ' હતું. આ એક એવો કરાર છે જે વિદેશોમાં લગ્ન પહેલા સાઈન કરવામાં આવે છે, જેના કારણે (લગ્ન તૂટવાની સ્થિતિમાં) તમામ પ્રોપર્ટી દુલ્હનના નામે થઈ જાય છે. જર્નાલિસ્ટના જણાવ્યા અનુસાર, બચ્ચન પરિવારને આ એગ્રીમેન્ટ સાઈન કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યો હતો, જેના કારણે આ લગ્ન કેન્સલ કરવા પડ્યા હતા.જ્યોતિ વેંકટેશે વધુમાં ઉમેર્યું કે, સગાઈ થયા પછી પણ લગ્નની તારીખ સતત પોસ્ટપોન (પાછળ ઠેલાતી) થઈ રહી હતી, જે સંબંધ તૂટવાનું બીજું મોટું કારણ બન્યું. આ સિવાય કરિશ્માની માતા બબીતા કપૂર આ લગ્નની સંપૂર્ણ વિરુદ્ધમાં હતા. જો કે, આ સગાઈ પહેલા કપૂર અને બચ્ચન પરિવાર વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધો હતા અને તેઓ આ લગ્ન દ્વારા પોતાના સંબંધોને વધુ મજબૂત કરવા માંગતા હતા.અમિતાભ બચ્ચનના ૬૦માં જન્મદિવસે બચ્ચન પરિવારે દુનિયા સામે કરિશ્મા કપૂરને પોતાની થનારી વહુ જાહેર કરી સગાઈની જાહેરાત કરી હતી.જાન્યુઆરી ૨૦૦૩માં માત્ર ત્રણ મહિનામાં જ આ સગાઈ તૂટી ગઈ.સપ્ટેમ્બર ૨૦૦૩માં સગાઈ તૂટ્યાના થોડા જ મહિનાઓમાં કરિશ્મા કપૂરે બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કરી લીધા. આ લગ્નથી તેમને બે બાળકો થયા, પરંતુ ૨૦૧૬માં તેમના પણ છૂટાછેડા થઈ ગયા.
બીજી તરફ, અભિષેક બચ્ચને વર્ષ ૨૦૦૭માં ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા અને તેમને આરાધ્યા નામની એક પુત્રી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application