હળવદ નગરપાલિકામાં છેલ્લ ા કેટલાક સમયથી યેનકેન પ્રકારે ચર્ચામાં રહે છે માસીબાની ખેતરની માફક છેલ્લ ા કેટલાક સમયથી ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો છે. તેવું શહેરીજનોમાં ચર્ચા રહ્યું છે, હળવદ શહેરમાં મનફાવે તેમ લોકો દબાણ કરીને બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને જેને રોકનાર કોઈ નથી પરંતુ જાગૃત નાગરિકો દ્વારા અવાર નવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી જવાબદાર તંત્રને ઢંઢોળવામાં આવતું હોય છે. ત્યારે હળવદ શહેરના કણબીપરામાં રહેતા સ્મિતાબેન પારેજીયાએ એડવોકેટ અશ્વિન મલિક દ્વારા નગરપાલિકાને નોટિસ ઈશ્યુ કરી જવાબ માગ્યો છે. જેમાં શ્રીજી દર્શન સોસાયટીમાં પ્લોટ નંબર ૧ થી ૭માં દુકાનો બનાવવા માટેની મંજૂરી માગી હતી. તેમાં જે નકશો હતો તે પ્રમાણે નગરપાલિકા દ્વારા તારીખ ૯-૧૧-૨૦૧૧ના રોજ પાસ કરીને બાંધકામની મંજૂરી આપવામાં આવેલી હતી. અને હાલ ત્યાં ફર્સ્ટ ફ્લોરના બાંધકામની મંજૂરી ચાલી રહી છે. ત્યારે હાલમાં ફર્સ્ટ ફ્લોરની કામગીરી ચાલી રહી છે તે નિયમો મુજબ અને મંજુરી મુજબ છે કે કેમ તે અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખીતમાં અરજદારના વકીલ મારફતે નોટિસ ઈશ્યુ કરાઈ છે. જોકે જે તે સમયે ચીફ ઓફિસર દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર બની ગયો હોવાનું સર્ટીફિકેટ આપવામાં આવેલ હતું. પરંતુ તે જગ્યાએ ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર પર જ દુકાનો બનેલી હતી અને હાલમાં ફર્સ્ટ ફ્લોરની કામગીરી ચાલી રહી છે. જેને લઈને હાલ અરજદારના વકીલ દ્વારા નગરપાલિકાને નોટિસ ઈશ્યુ કરી દિવસ ૧૫માં જાણ કરવા અનુરોધ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાત્ર એક જ વાર ડિસ્પોઝેબલ કપમાં ચા પીવાથી શરીરમાં 25,000 માઇક્રોપ્લાસ્ટિક કણો પ્રવેશે છે
April 26, 2025 02:39 PMસૌરાષ્ટ્ર કચ્છમાં વર્ષમાં કુલ ૬૩,૧૯૮ સ્થળેથી ૨૭૧ કરોડની વીજચોરી ઝડપાઇ
April 26, 2025 02:34 PMક્રાઈમ બ્રાન્ચની ૮ કલાકની પૂછપરછમાં તહવ્વુર આપી રહ્યો છે ગોળ ગોળ જવાબ
April 26, 2025 02:33 PMજુનાગઢના ગુજસીટોકના બે આરોપીના ડિફોલ્ટ જામીન હાઇકોર્ટ દ્વારા મંજુર
April 26, 2025 02:29 PMક્રોકરીના વેપારી સાથે રૂ.૧.૪૪ લાખની છેતરપિંડી
April 26, 2025 02:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech