કંગના-સ્વરા વચ્ચે જામી જંગ, ટ્વીટર પર ધમાલ શરુ

  • February 23, 2021 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વરા ભાસ્કરે 2013માં આવેલી ફિલ્મ 'રજજો'માં કંગનાનો ડાન્સ નંબરનો વીડિયો પોસ્ટ કર્યો છે. અભિનેત્રી કંગનાએ હવે આ અંગે પોતાનો જવાબ આપ્યો છે. કંગનાએ ફિલ્મોમાં આઈટમ સોંગ કરવા માટે અભિનેત્રીઓ આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફ પર હુમલો કર્યો હતો. સ્વરાએ આનો જવાબ આપતા આ પોસ્ટ કરી છે.

કંગનાએ કહ્યું હતું કે તે સ્ક્રીન પર કોઈ પણ આઈટમ નંબર કરવાનો ઇનકાર કરે છે. કંગના સહિત ઘણા લોકોએ તેમના ટ્વિટમાં કહ્યું હતું કે રજજોમાં કંગનાનું કોઈ આઈટમ સોંગ નથી, કેમ કે કંગના ફિલ્મમાં એક સમયે ડાન્સરની ભૂમિકા નિભાવી રહી હતી અને આ ગીત તેની કહાનીનો એક ભાગ હતુ

આ પછી કંગનાએ સ્વરા ભાસ્કર ઉપર હુમલો કર્યો . પોતાના ટ્વિટમાં એક સમાચારોના અહેવાલનો સમાવેશ કરીને તેમણે લખ્યું, 'જ્યારે પણ હું એ લિસ્ટર કલાકારોને પ્રશ્ન કરું છું, ત્યારે બી લિસ્ટરના કલાકારો સૈનિકોની જેમ તેમના બચાવમાં આવે છે. આઇટમ નંબર વન એ એક ડાન્સ નંબર છે જેનો ફિલ્મની વાર્તા સાથે કોઈ સંબંધ નથી, જેમાં મહિલાઓ માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. મેં જ્યારે નટખટ છોકરીની ભૂમિકા ભજવી હતી, ત્યારે પણ મેં ખાતરી કરી હતી કે તે સ્ત્રીને અપમાનજનક નથી.

કંગનાએ અન્ય એક ટ્વિટમાં કહ્યું, આ બી ગ્રેડ સ્ટાર સમજશે નહીં, પરંતુ મેં સંજય લીલા ભણસાલી અને ફરાહ ખાનના આઈટમ સોંગ માટે ના પાડી, જેમણે એ લિસ્ટના સ્ટારને રાતોરાત સનસનાટી બનાવી દીધી. મેં અહીં સુધી પહોંચવા માટે ઘણું દાવ પર લગાવી દીધું છે ...

ગયા અઠવાડિયે તેના મૂળ ટ્વિટમાં, કંગનાએ રાજનેતાએ 'ડાન્સિંગ ગર્લ' કહેવા પર હુમલો કર્યો હતો. તેણે લખ્યું, 'આ મૂર્ખે જે કંઇ કહ્યું છે, તે જાણે છે કે હું દીપિકા, કેટરિના અથવા આલિયા નથી .... હું એકલી જ છું જેણે આઇટમ નંબર કરવાની ના પાડી. જેના કારણે બોલિવૂડની આખી ગેંગ મારી વિરુદ્ધ થઈ ગઈ છે. હું રાજપૂત સ્ત્રી છું, હું ગભરાતી નથી, હાડકાં તોડી નાખું છું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS