આંદોલનકારી ખેડૂતોની મિલકત અને બેન્ક એકાઉન્ટ સીઝ કરાશે

  • February 23, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખેડૂત આંદોલન દરમિયાન સરકારી સંપતિને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આંદોલનકારીઓની મિલકત જ કરવાની અને તેમના બેંક ખાતા જ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંજાબને અડીને આવેલા હરિયાણાની અંબાલા પોલીસે ખેડૂત આંદોલનમાં સામેલ કેએમએમના સભ્ય અને બીકેયુ શહીદ ભગતસિંહના અધ્યક્ષ અમરજીત મોહડીના ઘર નોટિસ મોકલી છે. નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ઉગ્ર આંદોલન દરમિયાન સાર્વજનિક સંપત્તિને નુકસાનની ભરપાઈ તેમની સંપત્તિને વેચીને વસૂલવામાં આવશે. ગુનાહિત પ્રવૃતિઓ રોકવા માટે અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે અંબાલા પોલીસ કાર્યવાહી કરવા જઈ રહી છે.

પદાધિકારીઓને નજર કેદ કરવાની તૈયારી
અંબાલાલ પોલીસે જાણકારી આપી કે એનએસએ હેઠળ ખેડૂત સંગઠનોના પદાધિકારીઓને નજરબધં કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. સાથે જ આંદોલન દરમિયાન સરકારી મિલકતને કરેલા નુકસાનની ભરપાઈ આંદોલનકારીઓના બેન્ક ખાતા સીઝ કરી અને સંપતિ ટાંચમાં લઈ કરવામાં આવશે.

અંબાલાલ પોલીસે જાહેર કરી નોટિસ
જાણકારી મુજબ ભારતીય ખેડૂત યૂનિયન શહીદ ભગતસિંહના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ અને ખેડૂત મજૂર મોર્ચાના સભ્ય અમરજીત સિંહ મોહડીના ઘર પર પોલીસ નોટિસ લગાવવામાં આવી છે. આ નોટિસ એસપી અંબાલા તરફથી જાહેર કરાઈ છે.


નોટિસમાં કોર્ટના આદેશનો હવાલો
તેમાં લખ્યું છે કે અમરજીત સિંહ મોહડી આંદોલનમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ નોટિસમાં કોર્ટના આદેશોનો હવાલો આપવામાં આવ્યા છે. તેમાં જણાવવામાં આવ્યુ છે કે આંદોલન હવે ઉગ્ર થઈ રહ્યુ છે, ત્યારે પ્રદર્શનકારી સરકારી સંપતિને નુકસાન પહોંચાડી શકે છે. તેથી પરવાનગી વગર આંદોલનમાં ભાગ લેવા પર મોહડીની સંપતિમાંથી ભરપાઈ કરવામાં આવી શકે છે








લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application