નિષ્ક્રિય બેંક એકાઉન્ટ ફરી ખોલવાની પ્રક્રિયા આસાન બની

  • January 03, 2024 01:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આરબીઆઈએ નિષ્ક્રિય પડેલા ખાતાઓને ફરી સક્રિય કરવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે.આરબીઆઈએ તાકીદ કરી છે કે બેંકો કોઈપણ ખાતું ખોલવા માટે કોઈ ફી વસૂલી શકતી નથી. જો ખાતું નિષ્ક્રિય થઈ ગયું હોય, તો બેંકો લઘુત્તમ બેલેન્સ ન રાખવા બદલ દડં લાદી શકે નહીં.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નિષ્ક્રિય બેંક ખાતાઓ ફરીથી ખોલવાની પ્રક્રિયા હળવી કરી છે. આ ઉપરાંત, નાણાકીય છેતરપિંડી રોકવા માટે, નિયમો પણ થોડા કડક બનાવવામાં આવ્યા છે, જેથી કોઈ નિષ્ક્રિય ખાતામાંથી પૈસા ઉપાડી શકે નહીં. આરબીઆઈનું કહેવું છે કે હવે નિષ્ક્રિય ખાતાઓને ફરીથી ખોલવા માટે ફકત તમારા ગ્રાહકને જાણો (કેવાયસી) વિગતો સબમિટ કરવી પડશે. કેવાયસી વિગતો બેંકની કોઈપણ શાખામાં સબમિટ કરી શકાય છે.

આ પ્રક્રિયા એકાઉન્ટ ધારકની વિનંતી પર વિડિયો ગ્રાહક ઓળખ પ્રક્રિયા દ્રારા પણ પૂર્ણ કરી શકાય છે.બેંકો કોઈપણ ખાતાને ફરીથી સક્રિય કરવા માટે કોઈપણ ફી વસૂલ કરી શકતી નથી. જો ખાતું નિષ્ક્રિય થઈ ગયું હોય, તો બેંકો લઘુત્તમ બેલેન્સ ન રાખવા બદલ દડં લાદી શકે નહીં. બેંકોએ બચત ખાતું નિષ્ક્રિય હોવા છતાં પણ તેના પર વ્યાજ ચૂકવવાનું ચાલુ રાખવું પડશે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, આરબીઆઈએ બેંકોને એવા બેંક ખાતાઓની ઓળખ કરવા માટે વાર્ષિક સમીક્ષા હાથ ધરવા પણ નિર્દેશ આપ્યો છે જેમાં એક વર્ષથી કોઈ વ્યવહાર થયો નથી. માર્ગદર્શિકા ૧ એપ્રિલથી અમલમાં આવશે, આરબીઆઈએ તેના નિવેદનમાં કહ્યું કે, 'નાણાકીય છેતરપિંડીના જોખમને ઘટાડવા માટે નિષ્ક્રિય ખાતાઓની શોધ કરવી મહત્વપૂર્ણ છે. એકવાર નિષ્ક્રિય ખાતાઓ ફરીથી સક્રિય થઈ જાય, તેના પરના વ્યવહારો પર ઓછામાં ઓછા ૬ મહિના માટે ઉચ્ચ સ્તરે દેખરેખ રાખવી જોઈએ. ગ્રાહક અને બેંક સ્ટાફને આ વિશે ખબર ન હોવી જોઈએ. આ નિષ્ક્રિય ખાતા દ્રારા છેતરપિંડી ઘટાડવામાં મદદ કરશે. આરબીઆઈની સુધારેલી માર્ગદર્શિકા ૧ એપ્રિલથી અમલમાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application