ગેસની સમસ્યા તાત્કાલિક કરશે દૂર, અપનાવો આ સરળ ઉપાય

  • February 27, 2021 07:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકો ગેસની સમસ્યાને ગંભીરતાથી લેતા નથી. પરંતુ કેટલીકવાર તે એટલું વધી જાય છે કે, તે સહન કરવું મુશ્કેલ થઈ જાય છે. ઘણી વખત ગેસની પીડા એટલી તીવ્ર હોય છે, કે તે સહન કરવું મુશ્કેલ છે. તે જ સમયે, ગેસની સમસ્યા પણ ઘણા રોગોને આમંત્રણ આપે છે. તેથી આ સમસ્યાથી છૂટકારો મેળવવો મહત્વપૂર્ણ છે.  કેટલીક ટીપ્સ એવી છે કે જેના દ્વારા તમે ગેસની સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો.

હરડે અને મઘ 
ગેસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે હરડેનું સેવન કરી શકો છો. તેને પીસીને આ પાવડરને મધમાં મિક્સ કરીને લેવાથી રાહત મળે છે.

અજમો અને બ્લેક મીઠું
ગેસનો દુખાવો થવાની સ્થિતિમાં તમે અજમાંનું સેવન કરી શકો છો. આ માટે અજમાંને પીસી લો અને તેમાં કાળા બ્લેક મીઠું ને ખાઈ લો. જેનાથી ઘણો લાભ થશે. 

આદુ અને મીઠું
ગેસની સમસ્યા હોય તો આદુનું સેવન ખૂબ ફાયદાકારક છે. આ માટે આદુના નાના નાના ટુકડા કરી તેના પર મીઠું નાંખો અને તેને ભોજન સાથે ખાઓ.

હરડે, જીરું, અજમો અને કાળા મીઠું
ગેસની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે હરડે, જીરું, અજમો અને કાળા મીઠું પીસી લો અને પાવડર બનાવો. પાણી સાથે બપોરે અને રાત્રે ખોરાક લીધા પછી આ પાવડર પીવો. 

આદુ, હીંગ અને કાળું મીઠું
એક ચપટી હિંગ અને 1/4 ચમચી મીઠું ભેળવીને મિક્ષ કરી લો. તેને એક કપ ગરમ પાણી સાથે મેળવીને પીવો. ગેસની સમસ્યાથી મુક્તિ મળશે.

કાચા લાલ ટમેટાં
કાચા લાલ ટમેટાંમાં મીઠું ઉમેર્યા પછી કાચા લાલ ટમેટાં ખોરાક સાથે ખાવા જોઈએ. તેનાથી ગેસની સમસ્યા ઓછી થશે.

નાળિયેર પાણી
ગેસની સમસ્યા દૂર કરવામાં પણ ઘણી મદદ કરે છે. દરરોજ એક નાળિયેર પાણીનું સેવન કરવાથી ગેસની સાથે તમને અપચોથી પણ મુક્તિ મળશે.

બેકિંગ સોડા, જીરું અને લીંબુ 
ગેસની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે એક ગ્લાસ પાણી એક ચમચી બેકિંગ સોડા, એક લીંબુનો રસ, શેકેલ જીરું પાવડર અને કાળું મીઠું નાખીને પીવો.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS