દ્વારકા રઘુવંશી સમાજનું ગૌરવ

  • March 05, 2025 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સી.એ. ઇન્ટરમીડીએટ પરીક્ષામાં ઉચ્ચ ગુણો સાથે દિયા કક્કડ ઉતીર્ણ


દ્વારકાની અને અમદાવાદ અભ્યાસ કરતી દિયા વિરલકુમાર ક્કકડે સી.એ.ઇન્ટરમીડીએટ પરીક્ષા ઉત્તીર્ણ કરી છે. ઉલ્લેખનીય છે કે, દિયા ઓખા મંડળના પીઢ પત્રકાર દામોદરભાઈ ઝાખરીયાની દોહિત્રી તથા યુવા પત્રકાર હસિત ઝાખરીયાની ભાણેજ છે. દિયાના પિતા વિરલભાઈ પ્રાઈવેટ સેકટરમાં અર્થોપાર્જન કરી રહ્યા છે. જ્યારે માતા કિનલબેન ગૃહિણી છે.


ધો. 12 કોમર્સમાં પણ એવન ગ્રેડ મેળવી સી.એ. બનવાની પ્રતિબદ્ધતા દશર્વિી હતી અને એ પછી સી.એ. ફાઉન્ડેશનમાં પણ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું હતું અને સીએ ઇન્ટરમીડીએટમા ઉત્કૃષ્ટ પરીણામ મેળવી પોતાના સપનાને સાકાર કરવાની દિશામાં અગત્યનો પડાવ પાર કરી કકકડ તથા ઝાખરીયા પરિવાર સહિત ઓખા મંડળના સમગ્ર રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application