૧૫૦ ફૂટ રિંગરોડ ઉપર દબાણ હટાવ ડ્રાઇવ મંજૂરી વિના મુકાયેલા ૪૫ બોર્ડ–બેનર જપ્ત

  • May 22, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્રારા શહેરના મુખ્ય માર્ગેા પર અનધિકૃત કરાયેલા દબાણો દુર કરવા માટે વિવિધ ટીમ બનાવીને ઝુંબેશના પમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે ૧૫૦ ફટ રિંગ રોડ ખાતે બે ટીમ દ્રારા દબાણ હટાવ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમ્યાન રાજકોટ સિટી પોલીસ અને ટ્રાફિક પોલીસને સાથે રાખી કામગીરી કરાઇ હતી.
વિશેષમાં દબાણ હટાવ અધિકારીએ જણાવ્યું હતું કે, ૧૫૦ ફટ રિંગ રોડ પર પટેલ કન્યા છાત્રાલય ચોક, ગોવર્ધન ચોક, ઉમિયા ચોક, તપોવન સ્કૂલ પાસે, કેકેવી ચોક, આઝાદ હિન્દ ગોલા પાસે, ઇન્દીરા સર્કલ પાસે વિગેરે વિસ્તારમાંથી કુલ ચાર રેંકડી–કેબીન, જાહેરાતોના ૪૫ બોર્ડ અને બેનર તેમજ ૧૬૭ પરચુરણ સામગ્રી દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઉપરોકત ઝુંબેશમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપિનલ ખરે, પોલીસ શાખાના ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી (ટ્રાફિક) ગઢવી, એન્ક્રોચમેન્ટ રીમુવલ ઓફિસર કેપ્ટન પી.જે.બારીયા, આસિસ્ટન્ટ કમિશનર બી.એલ. કાથરોટીયા, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર તેમજ સિટી પોલીસ, ટ્રાફિક પોલીસ અને મ્યુનિ. દબાણ હટાવ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application