ગોંડલમાં દબાણ હટાવ ઝુંબેશ ત્રીજા દિવસે પણ શરૂ

  • May 04, 2023 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ નગરપાલિકા દ્વારા લોકરોષ વચ્ચે સતત ત્રીજા દિવસે મેગા ડિમોલેશનની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. ત્રીજા દિવસે શહેરની નાની-મોટી બજાર સહિતના વિસ્તારોમાં હાથ ધરાઇ ડિમોલેશનની કાર્યવાહીમાં ફૂટપાથ ઉપર નડતર‚પ રેકડીઓ, કેબીનો હટાવ ઝુંબેશ વચ્ચે ઓટલા, છાપરા તોડી પાડવામાં આવ્યા હતાં. માંડવી ચોક શાકમાર્કેટમાં ફરી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. શાકમાર્કેટમાં વેપારીઓને જેસીબીના સુપડામાં બેસીને ડિમોલેશનનો વિરોધ કર્યો હતો. ડિમોલેશન દરમિયાન પેટીયુ રળતા શાકભાજીનો વેપારી ધંધાર્થી બેભાન થતાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application