છાયા વિસ્તારમાં આઠ કરોડની જમીન પરનું દબાણ તંત્રએ કર્યુ દૂર

  • November 15, 2024 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના છાયા વિસ્તારમાં બે જગ્યાએ સીટી મામલતદાર દ્વારા ડીમોલીશન કરાવીને આઠ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. 
પોરબંદરના છાયા વિસ્તારમાં નાગા હાજા કચરાએ અંદાજે ૪૫૦૦ ચો.મી. જમીન કે જેનો ભાવ અંદાજે છ કરોડ કહી શકાય એ જમીન પર દબાણ કરીને નાળિયેરીના છોડ વાવીને કાચી-પાકી દિવાલ બનાવી લીધી હતી અને આ જમીનનો કબ્જો ગેરકાયદેસરનો હોવાનુ જણાવી સીટી મામલતદાર બી.બી. સંચાણીયાએ તેને નોટીસ પાઠવી હતી પરંતુ દબાણ દૂર કરવામાં નહી આવતા પોરબંદર શહેર સર્કલ ઓફિસર, ડી.આઇ.એલ.આર. કચેરીના સર્વેયર અને છાયાના સીટી તલાટીની ટીમ દ્વારા દબાણ ખુલ્લુ કરવામાં આવ્યુ હતુ અને બજારકિંમત પ્રમાણે છ કરોડ બે લાખની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. એજ રીતે કોઇ અજાણ્યા શખ્શોએ ૪૦૫૦ ચો.મી.માં છાયા  વિસ્તારમાં જ દબાણ કર્યુ હતુ. બે કરોડ ત્રણ લાખની કિંમતની આ જમીન પરનું દબાણ થયુ હોવાનુ બહાર આવતા તંત્રએ તેનુ પણ ડીમોલીશન કરાવ્યુ હતુ. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application