જે રીતે ગિરનારની લીલી પરિક્રમાનુ આયોજન થાય છે તે રીતે પોરબંદરના બરડા ડુંગરની પરિક્રમાનું પણ દર વર્ષે વિક્રમ સંવતના નવા વર્ષે આયોજન થાય છે. તેથી તે અંગેની તૈયારીઓ ધમધમી રહીછે.
રાણાવાવની જાંબુવંતી ગુફાની આયોજક સમિતિ દ્વારા જણાવાયુ છે કે કારતક સુદને ત્રીજને સોમવાર તા. ૪-૧૧થી ચાર દિવસ માટેની બરડા ડુંગરની પરિક્રમા યોજવામાં આવશે. બરડો ડુંગર દેવભૂમિ છે. તે ૧૪મુ રતન છે. તેમા અનેક દેવ-દેવીઓ તથા સંતો બિરાજે છે. શ્રી ત્રિકમાચાર્યબાપુ તથા શ્રી વિંધ્યવાસી (વેણુવાળીમા)ની તપોભૂમિ છે. તો ઉપરોકત સમસ્ત દેવી-દેવતાઓ, સંતો તથા બરડા દેવની પ્રદક્ષિણાનું આયોજન રાણાવાવ જંબુવંતી ગુફા આયોજક સમિતિ દ્વારા તા. ૪-૧૧-૨૦૨૪થી ચાર દિવસ માટે કરવામાં આવ્યુ છે.આ વર્ષે હજુ વરસાદ વરસી રહ્યો હોવાથી લીલીછમ્મ જોવા મળી રહી છે અને અમુક જગ્યાએથી તો પાણીના ઝરણા ખડખડ વહી રહ્યા છે.
જેમાં પહેલો પડાવ તા.૪-૧૧-૨૦૨૪ સોમવારે વહેલી સવારે ૮ વાગ્યે પ્રસ્થાન કરી જંગલના રસ્તે થઇ સાંજ સુધીમાં રાણપુર ધિંગેશ્ર્વર મહાદેવના સાન્નિધ્યમાં રોકાણ કરવામાં આવશે. બીજો પડાવ તા. ૫-૧૧-૨૦૨૪ મંગળવારે વહેલી સવારે ૫ વાગ્યે પ્રસ્થાન કરી પાછતર ઘુમલી થઇ મોડપર આહિર સમાજ ખાતે રાત્રિ રોકાણ કરવામાં આવશે. ત્રીજો પડાવ તા. ૬-૧૧-૨૦૨૪ બુધવારે વહેલી સવારે પાંચ વાગ્યે પ્રસ્થાન કરી બીલેશ્ર્વર મહાદેવ ખાતે ચા નાસ્તો કરી રાત્રી મુકામ કષ્ટભંજન હનુમાનજીની જગ્યાએ કરવામાં આવશે. ચોથો પડાવ તા. ૭-૧૧-૨૦૨૪ ગુરુવારે વહેલી સવારે ૫ વાગ્યે પ્રસ્થાન કરી રાણાવાવ મુકામે જાંબુવંતીના ગુફા ખાતે પરિક્રમાની પૂર્ણાહુતિ થશે. આયોજકોએ જણાવ્યુ છે કે યાત્રીઓએ પોતે પૂરતો જાતે વહન કરી શકે તેટલો સામાન તથા પાગરણ જાતે લાવવો, બધા પડાવે જમવા તથા રહેવાની અલગ વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવશે. પોતાની સાથેનો માલ સામાન વહન કરવા સંસ્થા દ્વારા વાહન રાખવામાં આવે છે. જે સામાન એક પડાવેથી બીજા પડાવે લઇ જશે. પદયાત્રીઓને પડાવથી નીકળ્યા પછી ચા નાસ્તો પાણીની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવશે. પદયાત્રીઓ સાથે જરી સ્વયંસેવકો તથા જરી વાહનો, જરી ચીજો રાખવામાં આવે છે. સંપૂર્ણ પરિક્રમા ત્યારે જ પૂરી થાય છે, જ્યારે જાંબુવંતી ગુફાએથી ચાલુ કરીને જાંબુવંતી ગુફાએ પૂર્ણ કરવામાં આવશે. આ પરિક્રમામાં જોડાવવા માટે તથા વધુ માહિતી માટે ભીમામાઇ મકવાણાના મો.૯૯૧૩૯ ૫૬૧૩૦, માલદેભાઇ ઓડેદરાના મો. ૯૭૨૬૭ ૫૧૪૮૫, ચંદ્રેશભાઇ ભલસોડના મો.-૮૩૨૦૯ ૧૬૬૪૨, વશરામભાઇ પીપરોતરના મો.૯૮૨૫૨ ૩૨૬૬૫, રમેશભાઇ ચૌહાણના મો. ૯૯૨૪૧ ૨૯૪૮૯, નિખીલભાઇ સોની મો. ૯૭૨૩૩ ૦૩૭૧૧, સુનીલભાઇ ચૌહાણના મો.૯૦૫૪૪ ૦૦૫૦૦, જગુભાઇ મોરીના મો. ૯૮૭૯૦ ૦૬૩૧૧, લિલેશભાઇ સોનીના મો. ૯૯૭૯૬ ૭૭૦૬૫, ધર્મેશ મકવાણાના મો. ૯૯૦૯૩ ૧૪૩૭૩ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech