2 વર્ષ પહેલા આવેલા વાવાઝોડામાં તૂટી ગયેલા વીજપોલ હજુ નથી લગાવાયા, ગીરગઢડાના જુડવડલી ગામમાં તંત્ર સામે લોકો મજબૂર

  • July 16, 2023 08:35 PM 

ગીરગઢડાના જુડવડલી ગામમાં છેલ્લા બે વર્ષથી સ્ટ્રીટ લાઇન ફીટ ન કરાતા ગામમાં રાત્રીના સમયે અંધાર પટ્ટ છવાય જાય છે. જેથી ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, 


આ ઉપરાંત ગીર નજીકના ગ્રામ્ય વિસ્તાર હોવાથી અવાર નવાર વન્યપ્રાણીઓ ગામમાં આવતા જતા હોય છે. ત્યારે રાત્રીના અંધારામાં ગામના પાદર સુધી સિંહો આવતા હોય છે. અને ગામ લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઇ ગયુ છે. તાઉતે વાવાઝોડામાં વિજપોલ તુટી ગયેલ હોય ત્યાર બાદ છેલ્લા બે વર્ષથી ગામ લોકો રાત્રીના સ્ટ્રીટ લાઇટ વગર અંધારામાં રહેવા મજબુર બન્યા છે. તેમ છતા આજદિન સુધી તંત્ર દ્રારા ગામમાં સ્ટ્રીટ લાઇટ ફિટ કરાવામાં આવી નથી. 


ગામ લોકો વન્યપ્રાણીઓથી ભયભીત રહે છે. ગામના સરપંચ મુજબ ટીડીઓને અવાર નવાર રજુઆત કરી છતાં તેમની સમસ્યાનો અંત આવ્યો નથી. આ બાબતની તંત્ર ગંભીરતા લઇ તાત્કાલીક યોગ્ય કરવા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application