રાજકોટ શહેરમાં યાજ્ઞીક રોડ પર આવેલી માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઈજનેર કચેરીનો સિનિયર કલાર્ક રવિ રાજુભાઈ મજેઠીયાને કચેરીમાં જ પાંચ હજારની લાંચ લેતા રંગેહાથ એસીબીેએ ઝડપી લેતા સરકારી કર્મચારીઓને આવાસ ફાળવણી આવાસ ન ધરાવતા હોવાનું ટેબલ સંભાળતો રવિ લાંબા સમયથી કવાર્ટરના નામે કટકટાવતો હોવાની સંભાવના સેવાઈ રહી છે. એસીબી દ્રારા રીમાન્ડ મેળવી ઉંડાણપુર્વક તપાસ થાય તો તાર કદાચ એ ટેબલેથી ઉપર સુધી પણ જઈ શકેની કચેરીના વર્તુળોમાં ચર્ચા છે.
ટ્રેપ સંદર્ભેની વિગતો મુજબ શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી પાસે સરકારી કવાર્ટર (આવાસ) ન હોવાથી કવાર્ટર મેળવવા અરજી કરી હતી. નિયમ મુજબ જે કર્મચારીને સરકારી આવાસ ન હોય તેને મકાન ભાડુ મળવા પાત્ર હોય છે. આ માટે જે તે શહેર હેડ કવાર્ટરની માર્ગ અને મકાન વિભાગની કચેરીનું સર્ટીફીકેટ કે ફલાણા ફલાણા વિભાગના કર્મચારી અધિકારી આટલા સમયથી સરકારી આવાસ ધરાવતા નથી. આ પ્રમાણપત્ર કર્મચારીએ તેના વિભાગમાં રજુ કરવાનું હોય છે અને ભાડાની મળવાપાત્ર મળે છે.
શિક્ષણ વિભાગના આ કર્મચારીની પાંચ માસથી અરજી પેન્ડીંગ હતી. પ્રમાણપત્ર લખી આપવા માટે સિનિયર કલાર્ક રવિ મજેઠીયા દ્રારા પાંચ હજારની લાંચ મંગાઈ હતી. લીગલ કામ હોવા છતાં લાંચ માંગે અને આપવી પડે તે બાબતે અચંબીત કર્મચારીએ એન્ટી કરપ્શન બ્યુરોની રાજકોટ કચેરી ખાતે ઈન્ચાર્જ ડીવાયએસપી કે.એચ.ગોહિલનો સંપર્ક કર્યેા હતો. ગોહિલ દ્રારા ટ્રેપનો તખતો તૈયાર કરાયો હતો અને જામનગર એસબીના પીઆઈ આર.એન.વિરાણીને કામગીરી સોંપી હતી.
બિન્દાસ બનેલા રવિ મજેઠીયાએ ઓફીસમાં જ લાંચ આપવા કર્મચારીને જણાવ્યું હતું. જેવી પાંચ હજારની નોટો શિક્ષણ વિભાગના કર્મચારીએ રવિને સોંપી અને સાંકેતીક ઈસારો મળતાની સાથે જ એસીબીની ટીમ આવી પહોંચી હતી. કચેરીમાંથી જ લાંચ કેસમાં સિનિયર કલાર્ક રવિ મજેઠીયાને ઉઠાવી લીધો હતો.
આરોપીની ધરપકડ કરી તપાસ સુરેન્દ્રનગર એસીબીના પીઆઈને સોંપવામાં આવી છે. આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. રવિએ અગાઉ પણ આવા કવાર્ટર ફાળવણીમાં આવા કારસ્તાન કર્યા હોવાની અને રવિ જે રીતે કોઈ ડર વિના નાણા લેતો હતો તેના પરથી ઉપરીના કોઈના આશિર્વાદ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. સ્ટાફ વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ જો એસીબી ઉંડાણપુર્વક તપાસ કરે તો કોઈ અન્ય સુધી પણ છેડો પહોંચી શકે. દશ દિવસથી કલાર્ક રવિ અને શિક્ષણ વિભાગના કર્મી વચ્ચે લાંચ સંબંધે વાતચીત ચાલતી હતી. દશેક દિવસની વાતચીત દરમ્યાન ગઈકાલે ડીવાયએસપી ગોહિલના માર્ગદર્શન હેઠળ વધુ એક સફળ ટ્રેપ ઓપરેશન પાર પાડયું હતું. રાજકોટ એસીબીએ ૧૦ માસમાં ૨૯ ટ્રેપ કરીને ઈતિહાસ રચ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech