મોદીની મદદ : ગરીબોને મળશે બે મહિનાનું મફત રાશન, પરંતુ મધ્યમ વર્ગના બાર મહિનાનું શું?

  • April 24, 2021 05:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ સરકાર આગામી બે મહિના એટલે કે મે અને જૂનમાં દરેક વ્યક્તિને પાંચ કિલો મફત અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની આ પહેલથી 80 કરોડ લોકોને લાભ મળવાની આશા છે પરંતુ સવાલ એ થાય છે કે કોરોના મહામારીના કારણે અનેક લોકોની રોજગારી ઉપર જ્યારે મોટી અસર પડી છે અને હજુ કોરાનાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે શું માત્ર બે મહિનાનું રાશન ગરીબો માટે પૂરતી રહેશે? વાસ્તવમાં તો ગરીબોને જ તકલીફ પડી રહી છે, એટલી જ સહાયની જરૂર છે મધ્યમ વર્ગને છે. સરકાર મધ્યમ વર્ગ  માટે કશું વિચારે એવો સમય  હવે આવી ચુક્યો છે.

 

 

કેન્દ્ર સરકાર કોરોના મહામારી વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી બે મહિનાનું રાશન ગરીબોને મફતમાં આપશે તેના માટે 26 હજાર કરોડ રૂપિયાથી પણ વધુ ખર્ચ થશે. સરકારની આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે કોરોનાની સ્થિતિના કારણે અનેક લોકો ખૂબ મુશ્કેલીમાં છે.

 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે જ્યારે દેશ કોરોનાવાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે ત્યારે ગરીબોને પોષણયુક્ત અનાજ મળે તે ખૂબ જરૂરી છે. સરકાર યોજના ઉપર 26 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરીને 80 કરોડ લોકોને લાભ પહોંચાડશે. નોંધનીય છે કે ગત વર્ષે લોકડાઉનના સમયથી પ્રધાનમંત્રી ગરબ ગરીબ કલ્યાણ યોજના હેઠળ અનાજની સહાય કરવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS