પ્લાસ્ટિક સહિતના શહેરી ઘન કચરાને બાળવાથી પર્યાવરણને ખુબ જ નુકસાન થઈ રહ્યું છે. તાજેતમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં ખુલ્યું હતું કે છેલ્લા એક દાયકામાં પ્રદૂષણમાં ૨૦ ટકાનો વધારો થયો છે. બિહાર અને પશ્ચિમ બંગાળ સૌથી વધુ પ્રભાવિત છે. વધુમાં,ગંગાના મેદાનોમાંથી પ્રદૂષણ હવે હિમાલય સુધી પહોંચી રહ્યું છે.કોલકાતાની બોસ ઇન્સ્િટટૂટે આ અભ્યાસ હાથ ધર્યેા હતો, જે એટમોસ્ફેરિક એન્વાયર્નમેન્ટ જર્નલમાં પ્રકાશિત થયો હતો. અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે દેશમાં બાયોમાસ બાળવાની સમસ્યા હજુ સુધી ઉકેલાઈ નથી.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે થર્મલ પાવર પ્લાન્ટસ, બાયોમાસ બાળવા અને શહેરી ઘન કચરાને બાળવાથી પ્રદૂષણની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આ એક ઉપગ્રહ અભ્યાસ છે જે ગંગાના મેદાન, હિમાલય પ્રદેશ અને ઉત્તરપૂર્વ ભારતના ૨૫ વર્ષના ડેટા પર આધારિત છે.
અભ્યાસમાં જણાવાયું છે કે મેદાનોમાંથી ઉત્સર્જન હિમાલયમાં એરોસોલની માત્રાને સીધી અસર કરી રહ્યું છે. એરોસોલ એ વાતાવરણમાં રહેલા સૂમ ઘન અથવા પ્રવાહી કણો, જેમ કે ધૂળ, સૂટ અને રાસાયણિક ટીપાંનું સસ્પેન્શન છે. પંજાબ, હરિયાણા અને દિલ્હીમાંથી પ્રદૂષણ હિમાલયની પશ્ચિમી અને મધ્ય શ્રેણીઓ સુધી પહોંચી રહ્યું છે, અને બિહાર અને પશ્ચિમ બંગાળમાંથી પ્રદૂષણ પૂર્વી હિમાલયને નુકસાન પહોંચાડી રહ્યું છે. આ સૂચવે છે કે વાયુ પ્રદૂષણ હવે પર્વતીય હવામાં પણ ફેલાયું છે.અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતના રાષ્ટ્ર્રીય સ્વચ્છ હવા કાર્યક્રમને કારણે બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામમાં કણોના સ્તરમાં નોંધપાત્ર સુધારો થયો છે, તેમ છતાં આ રાયો કાર્બન ધરાવતા એરોસોલ્સ માટે હોટસ્પોટ રહ્યા છે.અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કાર્બન પ્રદૂષણ, જે ૨૦૦૦–૨૦૦૯ દરમિયાન બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તર પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ત્રિપુરા અને બાંગ્લાદેશના ભાગોમાં કેન્દ્રિત હતું, તે ૨૦૨૦–૨૦૨૪ સુધીમાં સમગ્ર પશ્ચિમ બંગાળ, બિહાર, બાંગ્લાદેશ અને આસામ, મેઘાલય અને ત્રિપુરામાં ફેલાયું હતું