તળાજા પંથકમા ૨૪ કલાક મા બે બે હત્યા થી હચમચી ગયુંછે.હીરાના વેપારી ને તળાજા લાવી મોત નિપજાવ્યા ની વાત હજુતો ફેલાઈ રહી હતી ત્યાંજ નજીકના પાવઠી ગામના યુવાનને બાળકોના ડખામા પાડોશી યુવાને છરીનો અતિદાઝ ભરેલો મારેલ છાતીના ભાગે એકથા જીવલેણ સાબીત થતા એકીસાથે બે બે હત્યા ના બનાવે સનસનાટી ફેલાવી દિધી હતી. પોલીસે હત્યારા એક ઇ સમને ઝડપી લઈ હત્યા કરવામાં કોની શુ ભૂમિકા છે તે સહિતની વિગતો સાથે ફરિયાદ નોંધવાની કામગીરી હાથધરી
હતી. તળાજાના પાવઠી ગામે પડોશમાં રહેતા બાળકોના ડખાને લઈ થયેલ હત્યા મળતી વિગતો મુજબ મિસ્ત્રી કામકરતા જીતુભાઈ સડથાભાઈ ડાભી (ઉ.વ.૨પ) ને તેમની બાજુમાં રહેતા પરમાર પરેશ સોમાતભાઈ એ છરી નો ઘા ઝીકી દેતા પ્રથમ તળાજા અને બાદ ભાવનગર સારવાર અર્થે ખસેડતા જીતુભાઈ ડાભીને જમણા ભાગે છેક ફેફ્સા સુધી પહોંચીગયો તેટલો જોરદાર ઘા તીક્ષ્ણ હથિયાર નો મારવામાં આવેલ હતો. અહીં પ્રાથમિક સારવાર આપી ને ભાવનગર રીફર કરવામાં આવેલ. સૂત્રોએ જણાવ્યું હતુ કે બંને પરિવાર
પાડોશીઓ હોય બાળકોના ડખા ને લઈ મામલો બપોર ચારેક વાગ્યાના અરસામાં થયોહતો. જીતુભાઈ ડાભીના લગ્ન જુના રાજપરા ગામે થયાહતા. તેઓને છ વર્ષ નો દીકરો બાદ નાની એક દીકરી હતી.હત્યારાએ કરેલ હત્યાથી પરિવાર નો માળો પિંખાઈ ગયો.બે બાળકો એ પિતાની છત્રછાયા ગુમાવી હતી.તો બીજી બાજુ તળાજા પોલીસે જીતુભાઇની હત્યાના મામલે શખ્સ સામે ગુનો નોંધી તેને ઉપાડી લીધો હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech