ઋષિકેશ એઈમ્સનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પોલીસ દર્દીઓની વચ્ચે ગાડી લઈને છઠ્ઠા માળે આવેલા ઈમરજન્સી વોર્ડમાં પહોંચી ગઈ હતી. ખરેખર અહીં મહિલા ડોકટરની છેડતીનો મામલો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો. ફરિયાદ મળતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. આરોપીને પકડવા માટે પોલીસ કાર લઈને હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ થઈ ગઇ હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
માહિતી મુજબ, ૧૯ મેની સાંજે એઈમ્સ ઋષિકેશના ઓપરેશન થિયેટરમાં સર્જરી ચાલી રહી હતી. તે જ સમયે સર્જરી વિભાગમાં તહેનાત મહિલા ડોકટરની નસિગ ઓફિસર સતીશ કુમાર દ્રારા છેડતી કરવામાં આવી હતી. આ બાબતના વિરોધમાં હોસ્પિટલના તબીબોએ હડતાળ પર ઉતરી ગયા હતા અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ સાથે દેખાવો શ કર્યા હતા. એઈમ્સના તબીબોએ ડીનની ઓફિસનો ઘેરાવ પણ કર્યેા હતો. ફરિયાદ મળતાં પોલીસે આરોપી નસિગ ઓફિસર સતીશ કુમાર વિદ્ધ કેસ નોંધીને કાર્યવાહી શ કરી હતી. પોલીસ આરોપીને પકડવા હોસ્પિટલ પહોંચી હતી. આ દરમિયાન ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સ્થિતિ જોઈને પોલીસે ઈમરજન્સી વોર્ડની અંદર દર્દીઓ વચ્ચે જીપ ઘૂસાડી દીધી હતી. આ દરમિયાન સિકયુરિટી ગાર્ડ સીટીઓ વગાડીને દર્દીઓના સ્ટ્રેચર હટાવતા રહ્યા. વોર્ડમાં પોલીસની ગાડી જોઈ દર્દીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા
ઘટના અંગે પોલીસ અધિકારીઓએ શું કહ્યું?
પોલીસનું કહેવું છે કે આરોપી નસિગ ઓફિસર સતીશ કુમાર મૂળ રાજસ્થાનનો છે. તેની સામે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ઉત્તરાખડં મહિલા આયોગના અધ્યક્ષ કુસુમ કંડવાલે પણ આ ઘટના અંગે એઈમ્સ વહીવટીતંત્રને મળ્યા હતા અને આ મામલે તપાસ અને આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech