પોરબંદરના કુતિયાણા તાલુકાના માલ ગામે દિવાળીનુ વેકેશન કરવા આવેલા એન્જીનીયર યુવાનની શનિવારે ઘાતકી હત્યા તેના ભાઇની નજર સામે જ કરી નાખવામાં આવતા ભારે ચકચાર જાગી છે અને ગામમાં પૂર્વ મહિલા સરપંચ વિધ્ધ કચરાપેટીના ભ્રષ્ટાચાર બાબતે ફરિયાદ કરી હોવાથી તેના મનદુ:ખને લીધે આ ખૂન થયાનુ પોલીસમાં જાહેર થયુ છે.
મૂળ માલ ગામે તથા હાલ ગાંધીનગરના કુડાસન ખાતે રહેતા એન્જીનીયર આનંદ કુમાર પરબતભાઇ ઓડેદરા નામના ૨૫ વર્ષના યુવાને તેના ભાઇ દીપકની ઘાતકી હત્યા અંગેનો ગુન્હો નોંધાવ્યો છે જેમાં જણાવ્યુ છે કે તેઓ તથા તેનો ભાઇ દીપક છેલ્લા આઠ વર્ષથી વાપી ખાતે રહેતો હતો અને એન્જીનીયર તરીકે ખાનગી કંપનીમાં ફરજ બજાવતો હતો. દિવાળીના તહેવાર હોવાથી પંદર દિવસ પહેલા ફરિયાદી આનંદકુમાર ગાંધીનગરથી અને તેનો મોટોભાઇ દીપક અને ભાભી નીમુબેન વગેરે વતન આવ્યા હતા અને ચારેક દિવસ પહેલા ભાભી નીમુબેન તેમના માવતરના ઘરે મિત્રાળા ગામે આટો દેવા ગયા હતા.
શનિવારે ફરીયાદી આનંદકુમારને તાવ આવતો હોવાથી તે અને તેનો ભાઇ દીપક બાઇકમાં કુતિયાણા દવા લેવા માટે નીકળ્યા હતા. દીપક બાઇક ચલાવતો હતો અને આનંદ પાછળ બેઠો હતો. ગામમાં રહેતા હાજા મેણંદ પરમારના ઘર પાસે સ્પીડબ્રેકર હોવાથી દીપકે બાઇક ધીમુ પાડયુ હતુ. હાજો ત્યાં બાંકડા ઉપર લાકડાનો ધોકો લઇને બેઠો હતો તે બંને ભાઇઓને જોઇને ધોકો લઇને મારવા દોડયો હતો. તેને જોઇને આનંદ બાઇકમાંથી નીચે ઉતરી ગયો હતો અને તેણે તેના ભાઇ દીપકને એવુ કહ્યુ હતુ કે ‘ભાઇ, હાજો આપણને મારશે. તુ બાઇક ભગાડીને ભાગી જા’ એ દરમિયાન હાજો ત્યાં પહોંચી ગયો હતો અને દીપકને હાજાએ માથાના ભાગે લાકડાનો ધોકો ફટકારી દેતા તે નીચે પડી ગયો હતો અને ત્યારબાદ હાજો આનંદને ધોકો મારવા દોડતા તે દોડીને દૂર ભાગી ગયો હતો.
ત્યારબાદ હાજાએ ફરીથી દીપક પાસે જઇને બે-ત્રણ ધોકા મારી દીધા હતા આથી તેને લોહી નીકળવા લાગ્યા હતા. આથી ભાઇને બચાવવા માટે આનંદ વચ્ચે પડતા તેને પણ હાજાએ ધોકા વડે માર માર્યો હતો.આથી ફરિયાદી આનંદે બુમાબુમ કરતા હાજો તેનુ બાઇક લઇને ત્યાંથી ભાગી ગયો હતો. દીપક બેભાન હાલતમાં લોહીલુહાણ હોવાથી ઇમરજન્સી સેવા ૧૦૮ને ફોન કર્યો હતો. ત્યારબાદ આનંદ પોતાના મોબાઇલમાં લોહીલુહાણ ભાઇનો વીડિયો ઉતારતો હતો તે દરમ્યાન હાજો બાઇક લઇને ત્યાં ફરી આવ્યો હતો અને છરી લઇને ફરિયાદીની પાછળ મારવા દોડયો હતો.આથી ફરિયાદી દોડીને દૂર ભાગી ગયો હતો અને હાજો પણ તેનુ બાઇક લઇને ભાગી ગયો હતો. ત્યાર પછી આનંદે તેના પિતા પરબતભાઇને તથા મોટાબાપાના દીકરા વિજય રામ ઓડેદરાને બનાવની જાણ કરી હતી તે દરમ્યાન મોટાબાપા કેશુભાઇ હાજાભાઇ પણ ત્યાં આવી ગયા હતા અને ૧૦૮ પણ આવી જતા ઘવાયેલા દીપકને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલે પહોંચાડયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનુ મોત નિપજ્યુ હતુ અને ફરિયાદી આનંદને પણ ફ્રેકચર થયુ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ બનાવમાં હત્યાનુ કારણ એવુ દર્શાવવામાં આવ્યુ છે કે ફરિયાદી આનંદે અગાઉ તેમના ગામના મહિલા પૂર્વ સરપંચ સુમરીબેન ભરતભાઇ ઓડેદરા વિધ્ધ કચરાપેટીમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે પી.જી. પોર્ટલમાં ફરિયાદ અરજી કરી હતી જેના કારણે ભરત તથા બીજા ચાર લોકોએ ફરિયાદીના પિતા પરબતભાઇ ઓડેદરાને માર માર્યો હતો. તેથી ત્યારથી ભરતભાઇ સાથે તેઓને મનદુ:ખ ચાલ્યુ આવતુ હતુ જેના દ્વારા હત્યા કરવામાં આવી છે તે હાજા મેણંદ પરમારે ભરતનો ખાસ માણસ છે અને હાજાએ પાંચ દિવસ પહેલા ફરિયાદીના બાપુજી સાથે પણ ઝઘડો કરતા તેની અરજી કરી હતી તેનુ મનદુ:ખ રાખીને હાજાએ દીપક પરબતભાઇ ઓડેદરાની હત્યા કરી હોવાનુ ફરિયાદમાં જણાવતા આગળની તપાસ કુતિયાણા પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech