૭૧ વર્ષના કવિએ સ્લોવાકિયાના વડાપ્રધાનને ગોળી ધરબી દીધી

  • May 16, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્લોવાકિયાના વડા પ્રધાન રોબર્ટ ફિકો પર એક ચૂંટણી સભા દરમિયાન ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ફીકોને અનેક ગોળીઓ લાગી છે અને તેમની સારવાર ચાલુ છે. પીએમ રોબર્ટ ફિકોની હત્યા કરવાનો પ્રયાસ ક કરનાર વ્યકિતની ઓળખ સ્લોવેકિયન મીડિયા દ્રારા ૭૧ વર્ષીય કવિ જુરાજ સિન્ટુલા તરીકે કરવામાં આવી હતી. યુરોપિયન મીડિયા નેકસટાએ સ્લોવાક મીડિયાને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે હુમલો કરનાર ખાનગી સુરક્ષાનો ભૂતપૂર્વ કર્મચારી હતો. કંપની અને કવિતા સંગ્રહ જુરાજ સિન્ટુલાનો લેખક છે. તે વડાપ્રધાનની નિતિઓથી નારાજ હોવાનું માનવામાં આવે છે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધી રહ્યું છે ત્યારે આ ઘટનાની ગંભીરતા ઔર વધી જાય છે. પીએમ રોબર્ટ ફિકોને યુક્રેનને શક્ર સપ્લાય કરવાની વિદ્ધ હતા. હત્પમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકોને પર એક અજાણ્યા હત્પમલાખોરે ફાયરીંગ કયુ હતુ. તેમને ઇજાગ્રસ્ત હાલતમાં, તેને હેલિકોપ્ટર દ્રારા બાંસ્કા બાયસ્ટિ્રકાના ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા છે અને તે જીવન મરણ વચ્ચે જગં લડી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે રોબર્ટ ફિકો યુક્રેનને લશ્કરી સમર્થનનો સૌથી મોટો વિરોધી છે.


સુરક્ષા દળોએ હુમલાખોરને પકડી લીધો, જેના વિશે કેટલીક વિગતો પ્રકાશમાં આવી છે.હત્પમલો કરનાર વ્યકિતની ઉંમર ૭૧ વર્ષ છે. તેણે ફાયરિંગ માટે તેની લાઇસન્સવાળી બંદૂકનો ઉપયોગ કર્યેા હતો.હેન્ડલોવામાં એક ખાનગી સરકારી આફ–સાઇટ મીટિંગમાં ગોળીબાર થયો હતો. તે અહીં કેવી રીતે પહોંચ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. ૧૯૮૬ માં સ્વીડિશ વડા પ્રધાન ઓલાફ પામેની હત્યા પછી યુરોપમાં રાયના વડા પર ગોળીબારની આ પ્રથમ ઘટના છે. આ પહેલા પણ તેઓ બે વખત વડાપ્રધાન રહી ચૂકયા છે. નોંધનીય છે કે સ્લોવાકિયા યુક્રેનની સરહદે છે. તેણે સ્લોવાક પ્રદેશ દ્રારા યુક્રેનને પશ્ચિમી હથિયારો મોકલવાનો વિરોધ કર્યેા છે. આ સિવાય તે યુક્રેનને હથિયાર આપવાનો પણ વિરોધ કરી રહ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application