આ ખેલાડીએ ક્રિકેટના દિગ્ગજ સર ડોન બ્રેડમેનની કરી બરાબરી, ટેસ્ટ ક્રિકેટમાં ઝડપી 1,000 રન કર્યા પૂરા

  • September 27, 2024 06:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



શ્રીલંકાના બેટ્સમેન કામિન્દુ મેન્ડિસે પોતાની ટેસ્ટ કારકિર્દીની 13મી ઇનિંગમાં એક હજાર રનનો આંકડો પાર કર્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં તેણે આ સિદ્ધિ મેળવી છે. શ્રીલંકાએ 602 રનના સ્કોર પર પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. મેન્ડિસે આ મેચમાં અણનમ 182 રન બનાવીને ઈતિહાસ રચ્યો છે.


ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી 1,000 રન પૂરા કરવામાં કામિન્દુ મેન્ડિસ હવે સર ડોન બ્રેડમેનની બરાબરી કરી ગયા છે. મેન્ડિસે તેની કારકિર્દીની 13મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી અને ડોન બ્રેડમેને પણ તેની ટેસ્ટ કારકિર્દીમાં 1000 રન પૂરા કરવા માટે 13 ઇનિંગ્સ લીધી હતી. જો કે સૌથી ઝડપી 1,000 રન બનાવવાનો રેકોર્ડ સંયુક્ત રીતે ઇંગ્લેન્ડના હર્બર્ટ સટક્લિફ અને વેસ્ટ ઇન્ડિઝના ED વીક્સના નામે છે, જેમણે 12 ઇનિંગ્સમાં 1,000 રન પૂરા કર્યા હતા.


8 મેચમાં 5 સદી અને 4 અર્ધસદી

કામિન્દુ મેન્ડિસે જુલાઈ 2022માં ઓસ્ટ્રેલિયા સામે રમીને ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેણે 61 રનની અડધી સદી રમી હતી. પરંતુ 2024માં શ્રીલંકાની ટીમમાં પરત ફર્યા બાદ તેનું બેટ રન બનાવવામાં વ્યસ્ત છે. મેન્ડિસે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 8 ટેસ્ટ મેચ રમી છે, જેની 13 ઇનિંગ્સમાં તેણે 5 સદી અને 4 અર્ધસદી ફટકારી છે. મેન્ડિસના ઉત્તમ આંકડા દર્શાવે છે કે તે દરેક 3 ઇનિંગ્સમાંથી લગભગ 2માં 50 કે તેથી વધુ રન બનાવી રહ્યો છે.


એશિયન રેકોર્ડ પામ્યો નાશ

કામિન્દુ મેન્ડિસ હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા ભારતના વિનોદ કાંબલીએ 14 ઇનિંગ્સમાં એક હજાર ટેસ્ટ રન પૂરા કર્યા હતા અને અત્યાર સુધી તે એશિયન બેટ્સમેનોની યાદીમાં ટોપ પર હતા. પરંતુ હવે મેન્ડિસે ટેસ્ટમાં સૌથી ઝડપી હજાર રન બનાવનાર એશિયન બેટ્સમેનનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application