પોરબંદર એસ.ટી.બસ ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા -૨૦૨૪ કેમ્પેઇન અંતર્ગત ‘સ્વચ્છતા હી હમારી શાન’ નાટક રજુ થયું હતું.
સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ, પોરબંદર એસ.ટી.ડેપો દ્વારા આયોજિત અને સ્પોર્ટ્સ, યોગ એન્ડ કલ્ચરલ એસોસિયેશનના સહયોગથી પોરબંદર તથા શ્રી રતનપર પ્રાથમિક શાળાના બાળ કલાકારો દ્વારા એસ.ટી.બસ ડેપો ખાતે ‘સ્વચ્છતા હી હમારી શાન’ નાટક રજુ કરવામાં આવેલ હતું. જેમાં બાળકો એ સ્વચ્છતાનો સંદેશો આપતું નાટક રજૂ કર્યું હતું. સ્વચ્છતાનો સંદેશો લોકો સુધી પહોંચે અને દરેક લોકો સ્વછતા અંગે જાગૃત થાય એ માટે પ્રયાસ કરવામાં આવેલ હતો. ડેપો મેનેજર પોરબંદર દ્વારા મુસાફર જનતાને બસ સ્ટેશનમાં તેમજ બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં પોરબંદર એસ.ટી. ડેપોના ડેપો મેનેજર પી.બી. મકવાણા, સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ ઘાણી, એસ.જે કડછા, ડી. એન. મોઢવાડિયા અને એસ.ટી. સંકલન સમિતિના હોદેદારો, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સ્પોર્ટ્સ યોગ એન્ડ કલ્ચરલ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દીપ સોનીગ્રા, ખજાનચી રીતલબેન બાદરશાહી, સભ્ય હેતલબેન એન. જેઠવા, નાટક ડાયરેક્ટર ધર્મિષ્ઠાબેન જેઠવા અને હેતલબેન બી. જેઠવા, સોશિયલ મીડિયા ડાયરેક્ટર જીજ્ઞેશ સોલંકી, સભ્ય પરેશભાઈ દુબલ ઉપસ્થીત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech