શાપર વેરાવળમાં સર્વોદય સોસાયટીમાં રહેતા વેપારી આધેડના ઘર પાસે પાડોશી શખસ ગાળો બોલતો હોય જેથી તેને ટપારતા તેના મિત્રે આધેડ પર પાઇપ વડે હુમલો કરી માથુ ફાડી નાખ્યું હતું.બાદમાં બંનેએ જો અમાર વિરૂધ્ધ કેસ કરીશ તો શાંતિથી જીવવા નહીં દઇએ તેવી ધમકી આપી હતી.જે અંગે વેપારીએ પાડોશી અને તેના મિત્ર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શાપરમાં સર્વોદય સોસાયટી શેરી નં.૨ માં રહેતા અને લોઠડામાં કરીયાણીની દુકાન ધરાવનાર કિશોરભાઇ નાથાભાઇ દેસાઇ(ઉ.વ ૫૦) નામના વેપારીએ શાપર વેરાવળ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા બાલા અને તેના મિત્ર દિલાવર ઉર્ફે ગદો કાસમભાઇ(રહે. હાઉસીંગ સોસાયટી,વેરાવળ) ના નામ આપ્યા છે.
વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ગઇકાલે રાત્રે આઠ વાગ્યા આસપાસ દુકાન બંધ કરી ઘરે આવતા અહીં ઘરના દરવાજા પાસે પાડોશી બાલાભાઇ ગાળો બોલતા હોય જેથી તેને કહ્યું હતું કે અહીં બહેનો દીકરીઓ રહેતી હોય ગાળો ન બોલો દરમિયાન બાલાનો મિત્ર દિલાવર ઉર્ફે ગદો આવ્યો હતો અને તે બાલાભાઇની દુકાનમાં પાઇપ લઇ આવી બાદમાં બાલા અને દીલાવરે વેપારીએ બેફામ ગાળો ભાંડી હતી. બાદમાં દિલાવરે કહ્યું હતું કે મારા મિત્રને શું કહેશ તેમ કહી માથામાં પાઇપ મારી દઇ માથુ ફાડી નાખ્યું હતું આ સમયે વેપારીની દીકરી પિતાને બચાવવા વચ્ચે પડતા તેના હાથમાં પાઇપ લાગી ગયો હતો.બાદમાં આ બંને શખસોએ અમાર વિરૂધ્ધ કેસ કરીશ તો તમને શાંતિથી જીવવા નહીં દઇએ કહી ધમકી આપી હતી.હુમલામાં ઘવાયેલા વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.બાદમાં તેણે આ મામલે શાપર વેરાવળ પોલીસ મથકમાં બંને શખસો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech