કોઠારીયા સોલવન્ટ ફાટકથી આગળ માલધારી ફાટક તરફ જવાના રસ્તે યમુના એગ્રો નામના કારખાના પાસે શ્રમિક યુવાન મોબાઇલમાં ગેમ રમતો હોય દરમિયાન એક અજાણ્યા શખસે તેની પાસે આવી મોબાઈલ આંચકી નાસી ગયો હતો જે અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.દરમિયાન આજીડેમ પોલીસ મથકના પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરી હેઠળ પીએસઆઇ એ.જે. પરમાર તથા તેમની ટીમે આ અંગે તપાસ હાથ ધરી હતી.તેવામાં હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ જળુ અને કોન્સ્ટેબલ જગદીશસિંહ પરમારને મળેલી બાતમીના આધારે કોઠારીયા રોડ ગોકુળ પાર્કના ગેટ નજીકથી સમડીને ઝડપી લીધી હતી.પકડાયેલા શખસની પૂછતાછ કરતા તેનું નામ ધૃવ ઉર્ફે વિલન હિતેશભાઈ મકવાણા(ઉ.વ ૨૦ રહે. જયરામ પાર્ક તુલસીપત્ર એપાર્ટમેન્ટ એ વિંગ લેટ નંબર ૨૦૩, કોઠારીયા રોડ) હોવાનું પડું હતું. પોલીસે આ શખસ પાસેથી મોબાઇલ ફોન અને બાઈક સહિત કુલ રૂા.૪૯,૯૯૦નો મુદ્દામાલ કબજે કર્યેા હતો. આરોપી ધ્રુવ ઉર્ફ વિલન કોઈ વ્યકિત મોબાઇલમાં ગેમ રમતો હોય દરમિયાન તેની પાસેથી મોબાઇલ આંચકી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. આરોપી સામે અગાઉ માલવીયાનગર પોલીસ મથકમાં ધમકી તથા છેડતી સહિતના બે ગુનો નોંધાઇ ચૂકયા હોવાનું માલુમ પડું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech