સગપણ માટે આવેલા શખસે પરિણીતાનો ફોટો પોતાની આઇડી પર મૂકી બદનામ કરવા કોશિશ

  • December 19, 2023 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં વધુ એક પરિણીતા સાથે ઓનલાઇન પજવણીનો બનાવ બન્યો છે.સગપણ માટે જોવા આવેલા શખસે પરિણીતાનો ફોટો પોતાના આઇડી મૂકી તેણીને બદનામ કરવાની કોશિશ કરી હતી.એટલું જ નહીં તેને બિભત્સ મેસેજનો મારી ચલાવી પરેશાન કરી દેતા અંતે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.


રાજકોટમાં રહેતી ૪૫ વર્ષની પરિણીતાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વલસાડમાં રહેતો વિપુલ મકવાણાનું નામ આપ્યું છે.ફરિયાદની વિગતને ટાંકી પોલીસે આપેલી માહિતી મુજબ, પરિણીતાનો બાયોડેટા તેના સમાજનાં લવિષયક ગ્રુપમાં મુકવામાં આવ્યો હતો. જે–તે વખતે આરોપી પક્ષ તરફથી લનું પૂછાણ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ ગમે તે કારણસર વાત આગળ વધી ન હતી. ત્યારબાદ ભોગ બનનાર પરિણીતાના લ પણ થઈ ગયા હતા.આમ છતાં આરોપીએ તેના બાયોડેટામાંથી તેનો ફોટો મેળવી,તેને પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટના આઈડીમાં મૂકયો હતો. એટલું જ નહીં ભોગ બનનાર પરિણીતાને અજાણ્યા નંબરો પરથી કોલ કરી હેરાન–પરેશાન કરવાની સાથો–સાથ બિભત્સ મેસેજનો પણ મારો ચાલવ્યો હતો. જેનાથી કંટાળીને પરિણીતાએ આખરે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં વિપુલ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application