છત્રપતિ શિવાજી મહારાજે બીજાપુર સલ્તનતના જનરલ અફઝલ ખાનનું પેટ ચીરી નાખીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો એ હથિયાર વાઘના નખને હવે દેશની જનતા જોઈ શકશે. એકનાથ શિંદે સરકારના પ્રયાસો અંતે ફળ્યા છે અને આખરે આ ’વાઘ નખ’ને લંડન મ્યુઝિયમમાંથી ભારત પરત લાવવામાં આવ્યા છે . વાઘના આ નખ મહારાષ્ટ્રના સતારા મ્યુઝિયમમાં રાખવામાં આવશે. સીએમ શિંદે અને બંને ડેપ્યુટી સીએમ ફડણવીસ અને પવાર તેમજ શિવાજીના વંશજ ઉદયન રાજેની હાજરીમાં તેને મહારાષ્ટ્ર સરકારને આજે સોંપવામાં આવશે .શિવાજીએ અફઝલખાનનું પેટ આ ખાસ પ્રકારના હથીયાર કે જે વાઘ નખથી પ્રચલિત છે તેનાથી ચીરી નાખ્યું હતું.
’વાઘ નખ’ અથવા વાઘના પંજાના આકારનું હથિયાર લંડનના મ્યુઝિયમમાંથી મુંબઈ લાવવામાં આવ્યું છે. આ વાઘના નખ સાત મહિના સુધી સાતારાના છત્રપતિ શિવાજી સંગ્રહાલય (મ્યુઝિયમ)માં રાખવામાં આવશે. ઈતિહાસ પર નજર કરીએ તો 1659માં મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજે બીજાપુર સલ્તનતના જનરલ અફઝલ ખાનને મારવા માટે આ વાઘ નખનો ઉપયોગ કર્યો હતો. મહારાષ્ટ્રના સાંસ્કૃતિક મંત્રી સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી દ્વારા ઉપયોગમાં લેવાતા વાઘના પંજાના આકારનું શસ્ત્ર ’વાઘ નાખ’ લંડનના મ્યુઝિયમમાંથી મુંબઈ લાવવામાં આવ્યું છે . આ વાઘ નખને હવે પશ્ચિમ મહારાષ્ટ્રના સતારા લઈ જવામાં આવશે, જ્યાં તેને 19 જુલાઈથી પ્રદર્શિત કરવામાં આવશે. જો કે તેમણે વધુ માહિતી આપી ન હતી.
‘વાઘ નખ’ને ‘બુલેટ પ્રૂફ’ કવરમાં રખાશે
સુત્રોએ જણાવ્યું હતું કે લંડનના મ્યુઝિયમમાંથી લાવવામાં આવનાર આ હથિયારને ’બુલેટ પ્રૂફ’ કવરમાં સાચવવામાં આવશે. તેને સાત મહિના સુધી સતારાના મ્યુઝિયમમાં રાખવામાં આવશે. સતારાના મંત્રી દેસાઈએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં વાઘ નખનીલાવવામાં આવે અને થોડો સમય રાખવામાં આવે તે અત્યંત પ્રેરણાદાયક ક્ષણ છે અને સતારામાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech