શહેર અને ગ્રામ્ય પંથકમાં દેશી દારૂનું દુષણ વકરી રહ્યુ છે. ત્યારે છેલ્લા લાંબા સમયથી દેશી દારૂની ગાડીઓમાં હેરાફેરી થતી હોવાને લઈ હાથબ ગામના લોકોએ પોલીસનું કામ જાતે કરી જનતા રેડ કરી હતી. દારૂનો જથ્થો ભરી પસાર થતી સ્વિફટ કારને પકડી પાડતા તેમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. જેને લઈ લોકોએ પોલીસ કંટ્રોલને ફોન કરી મોરચંદ ગામના ચાલકને પોલીસને સોપ્યો હતો.
ઘોઘાના ગ્રામ્ય પંથકમાં દેશી દારૂની ધગતી ભઠીઓ ધમધમતી જોવા મળી રહી છે. શહેર અને જિલ્લામાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેંચાણ થઈ રહ્યુ છે. ત્યારે ઘોથા પંથકની પ્રજાએ દારૂનું દુષણ બંધ કરાવવા અને દારૂની હેરાફેરી થતી રોકવા રજુઆતો કરી હતી. પરંતુ આખરે હાથબ ગામના લોકોએ સ્વયમ રેડ કરી હતી. ગાડીઓમાં થતી દેશી દારૂની હેરાફેરીને લઈ ગ્રામજનોએ એકઠા થઈ આજે સવારે સ્વિફટ કાર નંબર જીજે. ૦૧. એચવી- ૮૬૨૫ને રોકી હતી. કારની તલાશી લેતા તેમાંથી દેશી દારૂની કોથળીઓ ભરેલા છ કોથળા મળી આવતા ભાવનગર પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. દરમિયાન પેટ્રોલીંગમાં રહેલી ઘોઘા પોલીસને પણ બાતમી મળી હતી મોરચંદ ગામે રહેતો ઘનશ્યામસિંહ ઉર્ફે દોલુભા કિરીટસિંહ ગોહિલ તેના કબજા ભોગવટાની કારમાં દેશી દારૂનો જથ્થો ભરી નિકળનાર છે. જેને લઈ તપાસમાં હતી તે દરમિયાન કંટ્રોલરૂમથી વર્ધી મળી હતી. હાથબ ગામે પરબના નાળા પાસે લોકોએ દેશી દારૂ ભરેલી કાર સાથે શખસને પકડી લીધો હતો. જ્યારે ઘોઘા પોલીસે પહોંચી ૧૫૦ લીટર દેશી દારૂ, સ્વિફટ કાર સાથે ઘનશ્યામસિંહ ઉર્ફે દોલુભા કિરીટસિંહ ગોહીલની અટક કરી લઈ તેના વિરુધ્ધ ઘોઘા પોલીસે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationથોરાળા, કોઠારીયા અને પડધરીના ત્રણ યુવક દ્વારા ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ
February 24, 2025 03:09 PMજો પાર્ટીને તેમની જરૂર નથી તો તેમની પાસે વિકલ્પો છે: શશિ થરૂર
February 24, 2025 03:08 PMમેટોડામાં હિટ એન્ડ રન: બે વર્ષની બાળકીનું કાર અડફેટે મોત
February 24, 2025 03:06 PMટીપીઓના ટેબલ ઉપર પેન્ડિંગ ફાઇલોના ઢગલાઓ વચ્ચે ચાર્જ સંભાળતા સુમરા
February 24, 2025 03:05 PMચોરી કરેલ બાઈક અને સ્કૂટર સાથે અગાઉ મારામારીમાં સંડોવાયેલા બે ઝડપાયા
February 24, 2025 03:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech