તલાટી વિહોણા બેડ ગામના લોકો ભારે વિમાસણમાં

  • June 19, 2021 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નબળી નેતાગીરી કારણે બેડ ગામના લોકો ત્રાહિમામ, અંદાજે 12000 વસ્તી ધરાવતા આ બેડ ગામમા છેલ્લા દોઢ વર્ષથી  કોઈ રેગ્યુલર તલાટી નથી, જીલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો બેડ ગામના વતની હોવા છતા તલાટી વિહોણા... આ બેડ ગામના લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે.

હાલ ચોમાસું નજીક હોવાથી ખેડૂતો પાક, ધીરાણ તથા શાળા દાખલ થનારના દાખલા, આવકના દાખલા માટે તેમજ ગામ પંચાયતના કામ માટે લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે, હાલ જે તલાટી ફરજ બજાવે છે તેને 4 ગામનો ચાર્જ છે, આ બેડ ગામ પંચાયતમાં 1 રેવન્યુ તેમજ 1 ગ્રામ પંચાયત, 2 તલાટીની જગ્યા હોવા છતા આવડા મોટા ગામ  કોઈ રેગ્યુલર તલાટી કમ મંત્રી તથા ઉચ્ચ અધિકારીઓ આ બધુ જાણવા છતા આંખો બંધ કરી બેસી ગયા છે, આ બાબત બેડ ગામના લોકોમાં આક્રોશ જોવા મળેલ છે કોઇકામ સમયમાં થતું નથી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS