અગાઉ ઝડપાયેલા શખસોની કબુલાત આધારે અમદાવાદના શખસોની ધરપકડ કરાઈ

  • September 10, 2024 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં ચિલ્ડ્રન હોસ્પિટલ ધરાવતા ડોકટરે ફેસબુકમાં આવેલી શેર માર્કેટને લગતી એડની લીંકમાં જોડાઈ શેરબજારમાં ટ્રેડીંગના નામે ડોકટરે ઓનલાઈન રૂા. ૫૦.૮૯ લાખ એપ્લીકેશનમાં ટ્રાન્સફર કરતા રૂપિયા મેળવી લઈ સાઈબર ગઠીયાએ છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. જે મામલે સાયબર ટીમે તપાસ હાથ ધરી સાવરકુંડલા અને અમદાવાદના ગોતાના શખસને ઝડપી પાડી પુછપરછ કરતા વધુ શખસોના નામ ખુલતા સાઈબર ટીમે અમદાવાદના વધુ બે શખસની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
શહેરના વિધ્યાનગર વિસ્તારમાં રહેતા અને કાળાનાળામાં વાત્સલ્ય ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે બાળકોના ડોકટર તરીકે મેડીકલ પ્રેકટીસ કરતા ડો. રાજીવભાઈ મનહરલાલ ધંધુકીયાએ ભાવનગર રેન્જ સાઈબર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે, ગત તા. ૨૦.૬ના રોજ સોશીયલ મીડિયો પરથી એક શેરબજારને લગતી જાહેરાત જોવા મળ્યા બાદ તેઓએ આફમાપ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરતા ટ્રેડિંગ વિષે આઈપીઓ લાગશે અને ટ્રેડીંગ કરવાથી સ્ટોક ઓછા ભાવે મળે છે, તેવુ જણાવી તેની પાસે એપ્લિકેશન એકાઉન્ટ બનાવી વોટસએપમાં સ્ટોક એપ્લીકેશનમાંથી ખરીદ કરવા શખસે બેંક એકાઉન્ટ મંગાવતા તેઓએ તેના પિતાના
એકાઉન્ટમાથી શેરબજારમાં ટ્રેડિંગના નામે રૂા. ૫૦.૮૯ લાખ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા તેની પાસેથી શખસોએ નાણા મેળવી લઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. બનાવ સંદર્ભે પોલીસે આઈપીસી. ૪૦૬, ૪૨૦, ૪૧૯, મુજબ ગુનો દાખલ કરી રેન્જની સાઇ બર ક્રાઈમની ટીમએ નિલેશ મુકેશભાઈ સોલંકી (રે. સાવરકુંડલા, જિ. અમરેલી) અને કુપેશ મહેન્દ્રકુમાર પટેલ (રે. ગોતા, અમદાવાદ)ને ઝડપી લઈ બન્ને આરોપીની હાલ રેન્જની સાઇબર ક્રાઈમની ટીમ દ્વારા પૂછપરછ અમદાવાદના બે શખસના નામ ખુલવા પામ્યા હતા. જેના પગલે ગુનાના કામે સાઈબર ટીમે જીગર કિરણકુમાર પરીખ, હાર્દિક રમેશભાઈ પરમાર (રે. બન્ને. અમદાવાદ)ની ધરપકડ કરી લીધી હતી. જે બન્નેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે તેમ સાયબર રેન્જ કચેરીથી જાણવા મળ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application