જામનગરની કોવિડ હોસ્પીટલના દર્દીઓના સગા ઓકિસજનના મુદે ચિંતામાં

  • April 30, 2021 01:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરેક દર્દીના સગાને વિનંતી છે કે આપના દર્દીની ઓકિસજનના અનુસંધાને જે કાંઇ સ્થીતી હોય તેની વિગતો અમને આપો : આજકાલના વોટસએપ નંબર 94269 88876 ઉપર આપનો અભિપ્રાય, નામ, સરનામા સહિત લખીને મોકલો

જામનગરની સરકારી કોવિડ હોસ્પીટલમાં દાખલ દર્દીઓના ટપોટપ થઇ રહેલા મોત અને 24 કલાકમાં હવે રોજના 100 થી વધુ દર્દીઓના થતા મોતના આંકડા જોઇને હાલમાં કોવિડ હોસ્પીટલમાં જેટલા દર્દીઓ દાખલ છે તેના પરિવારજનો ચિંતામાં ડુબી ગયા છે અને એમના દર્દીનું શું થશે તેને લઇને એમની રાતોની નિંદર હરામ થઇ ગઇ છે ત્યારે ઓકિસજનની કમી પુરી કરવા માટે આજકાલ દ્વારા આજથી છેવટ સુધીની લડત શ કરવામાં આવી છે, જયાં સુધી જામનગરની સરકારી કોવિડ હોસ્પીટલને જરીયાત મુજબનો પુરતો ઓકિસજનનો જથ્થો આપવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલતી રહેશે અને અમે કોવિડ હોસ્પીટલમાં દાખલ દર્દીઓના સગાઓને આહવાન આપીએ છીએ કે આવો, જે સ્થીતી હોય તે અમને અમારા અપાયેલા મોબાઇલ નંબર ઉપર આપો, તમારો અવાજ અમે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ પાણી સુધી પહોંચાડવા માઘ્યમ બનશું.

પાછલા દિવસોમાં દર્દીઓના ટપોટપ મોત થવાની બનેલી ઘટનાઓમાં કેટલાક પરિવારોએ આજકાલનો સંપર્ક કર્યો છે કે જેમના સ્વજન ઓકિસજનના અભાવના કારણે મૃત્યુ પામ્યા છે એ સ્વજનો શું કહે છે તેની વિગતો આવતીકાલે પ્રસિઘ્ધ કરવામાં આવશે, હાલમાં કોવિડ હોસ્પીટલમાં દાખલ તમામ દર્દીઓના સગાને આજકાલ એવું આશ્ર્વાસન જ નહીં પરંતુ વચન આપે છે કે મુશ્કેલીના આ સમયમાં આજકાલ તમારી સાથે છે અને કોઇની સાડીબાર રાખ્યા વગર જે સાચી હકીકત તમે અમને આપશો એ અમે પ્રસિઘ્ધ કરીને રાજય સરકારનું ઘ્યાન દોરવા પુરતો પ્રયત્ન કરશું.

આજકાલ દ્વારા ઓકિસજન સામેની લડત શ કરી દેવામાં આવી છે, જાણવા મળ્યું છે કે જરીયાત મુજબનો ઓકિસજનનો જથ્થો નથી અપાઇ રહયો અને આ કમી પુરી કરવા તથા દર્દીઓની જીંદગી બચાવવા અમે પણ ગંભીરતા પૂર્વક પરંતુ સાચા અહેવાલો આપવા માંગીએ છીએ.

અમે કોવિડ હોસ્પીટલમાં દાખલ તમામ દર્દીઓના સગાઓને અપીલ કરીએ છીએ કે આપ અમારા મોબાઇલ નંબર 94269 88876 ઉપર  વોટસએપ મેસેજ મોકલો, દર્દીનું પુરું નામ લખો, કોવિડ હોસ્પીટલના કયા ફલોર ઉપર છે તે લખો, કયારથી દાખલ છે તે લખો તેની સાથે તમારી વાત થાય ત્યારે તમારા ઘરના દર્દી શું ફરીયાદ કરે છે એની સાચી વિગતો અમને આપો.

દર્દીઓને દવા સમયસર અપાય છે, ઇન્જેકશન અપાય છે, તબીબો ગંભીરતાથી ચકાસણી કરે છે, જમવાનું સમયસર મળે છે અને ખાસ કરીને ઓકિસજન ફોર્સથી મળે છે કે નહીં આ બધી બાબતો આપ આપના દર્દીને પુછીને આપના નામ, સરનામા સાથે ઉપરના મોબાઇલ નંબર ઉપર મોકલો.

આ લડત જામનગરની જનતા માટે છે, આ લડત કોવિડ હોસ્પીટલમાં રહેલા દર્દીઓની વધુને વધુ જીંદગી બચાવવા માટેની છે, આ લડત જરીયાત પ્રમાણે ઓકિસજન મેળવવાની છે, આ કોઇ વ્યકિતગત લડત નથી, અમારે કોઇ ઉપર આક્ષેપ કરવા નથી અમે માત્ર એટલું ઇચ્છીએ છીએ કે જામનગરની સરકારી કોવિડ હોસ્પીટલને માંગણી મુજબનો, જરીયાત મુજબનો ઓકિસજનનો પુરેપુરો જથ્થો આપવામાં આવે આટલું જ નહીં ઓકિસજન ભરેલા બે ટેન્કર સતત ટેન્કની પાસે જ ઉભા રાખવામાં આવે જેથી કરીને જેવી ઓકિસજનની કમી આવે તો ટેન્કો પાછી ભરી શકાય.

દર્દીઓ માટેની, જામનગરની જનતા માટેની અને રાજય સરકારને સાચી હકિકતથી વાકેફ કરવાની અમારી આ લડતમાં આગળ આવો, સાચી વિગતો આપો અને આપના દર્દીઓની સ્થીતી અંગે અમને વિગતો મોકલો જે અમે નામ સહિત પ્રસિઘ્ધ કરીને વાસ્તવીકતા રાજય સરકાર સુધી પહોંચાડવા સંકલ્પબઘ્ધ છીએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS