રાજકોટ ધોરાજીના સુપેડીમાં આવેલા શિવાય કારખાનામાં મજૂરી કામ કરતા મહિલાને કારખાના માલીક એલફેલ બોલતા હોવાથી શેઠને મહિલાનો પુત્ર સમજાવવા જતા તેને લાફા મારી પાવડાના હાથા વડે મારમારવા જતા મહિલા વચ્ચે પડતા પાવડાનો હાથો માથાના ભાગે લાગી જતા સારવાર માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે શ્રમિક મહિલાએ કારખાનાના માલીક શ્યામ સંતોકી અને પેશ સંતોકી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે. બનાવની પ્રા વિગત મુજબ મૂળ બગસરાના અને હાલ ચારેક દિવસથી સુપેડીના શિવાય કારખાનામાં પરિવાર સાથે મજૂરી કામ કરી ત્યાંજ રહેતા જયાબેન પરસોતમભાઈ વરદોડીયા (ઉ.વ.૪૨)ના મહિલા, પતિ અને પુત્ર જયસુખ ગઈકાલે કારખાનામાં કામ પૂં કરી શેઠ શ્યામ સંતોકી પાસે હાજરી પુરાવવા માટે ઓફિસમાં જતા શેઠ બોલાચાલી કરી ગાળો આપવા લગતા ત્યાં તેના ભાઈ પેશ સંતોકી આવી જતા તે પણ ગાળો બોલવા લાગ્યા હતા. ગાળો ન બોલવા બાબતે સમજાવતા પેશ સંતોકીએ મહિલાના પુત્ર જયસુખને લાફો મારી લીધો હતો અને ત્યાં રહેલા પાવડાના હાથા વડે મારવા દોડતા મહિલા વચ્ચે પડા હતા. જેમાં પાવડાના હાથાનો ઘા માથાના ભાગે લાગી જતા લોહી નીકળવા લાગ્યું હતું. તાકીદે ૧૦૮ને ફોન કરતા સારવાર માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા યાં સારવાર દરમિયાન માથામાં પાંચ ટાંકા આવ્યા હતા. બનાવ અંગે ઉપલેટા રહેતા શિવાય કારખાનાના માલિક શ્યામ સંતોકી અને પેશ સંતોકી સામે પોલીસે ધોરાજી તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે