આણદાબાવા ચકલામાં લેઉવા પટેલ જ્ઞાતિ ટ્રસ્ટ સંચાલીત 360 વર્ષથી વધુ જુનું એવા ગણપતિ મંદિરમાં રાધાકૃષ્ણજીની મુર્તિ પણ બિરાજમાન: ગજાનનને દરરોજ વિવિધ શણગાર બાપ્પાની માનતા માને તેનો થઇ જાય છે બેડો પાર તેવી લોકવાયકા
ભગવાન શ્રી ગણેશજી બુદ્વિપ્રદાતા છે, વિઘ્નનાશક, આદિદેવ, પ્રથમ પૂજય, મંગલકારક, ગણનાયક, ગૌરીપુત્ર, ગજાનન, પાર્વતીપુત્ર, લંબોદર સહિતના વિવિધ નામો ગણપતિના છે ત્યારે કોઇપણ શુભ કાર્ય કરવું હોય ત્યારે બાપ્પાને પ્રથમ યાદ કરવામાં આવે છે, જામનગરથી 20 કિ.મી. દુર સપડાનું સિઘ્ધી વિનાયક મંદિર 605 વર્ષ જુનું છે અને ત્યાં પણ ગણેશભકતો માનતા માનીને સિઘ્ધી વિનાયકને નમન કરે છે. જમણી સુંઢવાળા ગણપતિનું મંદિર જામનગરમાં જ છે, આણદાબાવા ચકલામાં જમણી સુંઢવાળા ગણપતિનું મંદિર આવેલું છે ત્યાં દરરોજ હજારો ભકતો ગજાનનની પુજા કરે છે અને પ્રસાદ ધરે છે, એવી પણ લોકવાયકા છે કે, આ મંદિરમાં ગણેશજીની પુજા કરવાથી તેની માનતા સિઘ્ધ થાય છે.
આણદાબાવા ચકલામાં લેઉવા પટેલ જ્ઞાતિ દ્વારા સંચાલીત જમણી સુંઢવાળા ગણપતિજીનું મંદિર આવેલું છે, લગભગ 360થી વધુ વર્ષથી આ મંદિર છે ત્યારે મંદિરમાં ગૌતમભાઇ અને અનિલભાઇ દવે સેવા-પુજા કરી રહ્યા છે, ગણપતિ બાપ્પાની સાથે રાધાકૃષ્ણની મૂર્તિ પણ બિરાજમાન છે. આ મંદિરમાં હરીભકતો, ગણેશભકતો મોટી સંખ્યામાં ગજાનનને નમન કરવા આવે છે, ખાસ કરીને ગણેશ મહોત્સવ દરમ્યાન આ મંદિરમાં ભકતોની સંખ્યા વધી જાય છે.
આ મંદિરમાં ગણેશજીની મુર્તિની વિશેષતા એ છે કે, જમણી સુંઢ ધરાવતા ગણપતિ છે તેથી તેને સિઘ્ધી વિનાયક નામ આપવામાં આવ્યું છે, આ મુર્તીઓ બહુ ઓછા પ્રમાણમાં ગુજરાતના મંદિરોમાં જોવા મળે છે, મંદિરમાં ગણેશજીની વિશીષ્ટ પુજા કરવામાં આવે છે, એટલું જ નહીં રામનવમી, શિવરાત્રી, જન્માષ્ટમી સહિતના વિવિધ તહેવારો તેમજ ગણેશચર્તુથીના દિવસે ગણપતિ બાપ્પાની વિશિષ્ટ પુજા કરવામાં આવે છે જેના અલૌકીક દર્શનનો લોકો લાભ લે છે. હાલમાં ચાલી રહેલા ગણેશ મહોત્સવમાં સિઘ્ધી વિનાયકને દરરોજ નવા વાઘા પહેરાવવામાં આવે છે, સવારના 7:30 વાગ્યે આરતી, બપોરે 12 વાગ્યે રાજભોગ ધરાવવામાં આવે છે, ત્યારબાદ 1 થી 5 દરમ્યાન ભગવાનને પોઢાડવામાં આવે છે, સાંજે 7:30 વાગ્યે ફરીથી સંઘ્યા આરતી કરવામાં આવે છે.
કોઇપણ શુભ કાર્ય હોય ત્યારે મંગલકતર્,િ ગૌરીનંદનની વિધીવત સ્થાપના કરીને જ આગળ પુજન કરવામાં આવે છે, મહારાષ્ટ્રમાં જેમ વિવિધ સ્થળોએ ગણપતિની પુજા કરવામાં આવે છે તેમ હવે તો જામનગરમાં પણ સપડા અને આણદાબાવા ચકલા પાસે આવેલા સિઘ્ધી વિનાયક મંદિરમાં ગણેશજીને ભાવવિભોર થઇને ભકતો પુજા કરે છે. પરબ્રહ્મ ગણેશજીના વિવિધ આઠ અવતારનો પણ મહીમા છે, પ્રથમ અવતાર વક્રતુંડ, એકદંત, મહોદર, ગજાનન, લંબોદર, વિકટ, વિઘ્નરાજ અને ધ્રુમવર્ણનો સમાવેશ થાય છે, આ તમામ આઠ અવતારનું વિશેષ મહત્વ છે, કેટલાક લોકો ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશ યજ્ઞ કરીને તેમાં ચુરમાના લાડુ હોમે છે અને ભકતીભાવ પૂર્વક નમન કરે છે.
આજના જમાનામાં યુવાનો પણ હવે ગણેશભકિત તરફ વળ્યા છે, મોબાઇલમાં પણ રીંગટોન રાખે છે, એવી લોકવાયકા છે કે, શંકટહરણ ભગવાન ગણપતિને પ્રાર્થના કરીને લોકો પ્રથમ પૂજય તરીકે ગણે છે, ખાસ કરીને જામનગરમાં આ મંદિરનું ખુબ જ વિશેષ મહત્વ છે, સાડા ત્રણ દાયકાથી વધુ વર્ષથી આ મંદિરમાં સેવા-પુજા થાય છે, ત્યારે ખાસ કરીને ગણેશ મહોત્સવમાં જય હો ગજાનનો નાદ સંભળાય છે. મંદિરમાં વિવિધ થાળ ધરવામાં આવે છે, ગણેશજીને મોદક એવા લાડુનો પ્રસાદ મંદિરમાં ધરાવવામાં આવે છે. ટુંકમાં જામનગરના આંગણે જમણી સુંઢવાળા ગણપતિનું ખુબ જ મહત્વ છે તેમ કહીએ તો ખોટુ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech