વિશ્વની એકમાત્ર એવી માછલી જે માત્ર પાણીમાં જ નહીં પરંતુ જમીન પર પણ રહી શકે છે જીવિત

  • October 01, 2024 09:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ દુનિયા ઘણી વિચિત્ર વસ્તુઓથી ભરેલી છે. જેને જોઈને લોકો અચંબામાં રહી જાય છે. તે આશ્ચર્યજનક જીવોમાંથી એક એવો જીવ છે. જેના વિશે ક્યારેય વિચાર્યું કે સાંભળ્યું નહીં હોય. જીવનમાં અનેક પ્રકારની માછલીઓ જોઈ હશે. દરેક વ્યક્તિ જાણે છે કે પાણી એ માછલીનું જીવન છે પરંતુ શું સાંભળ્યું છે કે દુનિયામાં એક એવી માછલી છે જે પાણીની સાથે સાથે જમીન પર પણ રહે છે. તે પણ ખૂબ જ આરામથી. માછલીની વિશેષતા માત્ર આ જ નથી  પરંતુ તે પોતાને 'પથ્થર'ની જેમ બનાવી દે છે.


આ માછલી છે લંગફિશ. જેને સલામેન્ડર ફિશ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે પાણીમાં તેમજ જમીન પર ઘણા મહિનાઓ સુધી જીવિત રહી શકે છે. આશ્ચર્યની વાત એ છે કે આ માછલી વર્ષો સુધી પાણી વિના પણ જીવી શકે છે. હવે દરેકના મનમાં આ સવાલ થાય કે આવું કઈ રીતે થઈ શકે. આ માછલીનું શ્વસનતંત્ર એકદમ અનોખુ છે, તે હવામાંથી સીધો ઓક્સિજન લઈ શકે છે.


જેમ-જેમ લંગફિશ મોટી થાય છે તેમ-તેમ તે ગિલ્સમાંથી ઓક્સિજન લેવાનું બંધ કરે છે પછી  પાણીમાં હોવા છતાં તેઓએ સપાટી પર આવવું પડે છે. જ્યાંથી તેઓ શ્વાસ લે છે. ત્યારે જો તે લાંબા સમય સુધી પાણીમાં રહે છે, તો તે ડૂબવા લાગે છે. તેમના શરીરનો આકાર ઇલ માછલી જેવો લાંબો હોય છે.


જો લંગફિશની આસપાસ પાણી હોય તો તે સામાન્ય માછલીની જેમ વર્તે છે પરંતુ જ્યારે પાણી ન હોય  ત્યારે તેઓ જમીનમાં દટાઈ જાય છે અને મોં દ્વારા માટીને ગળી જાય છે. જે ગિલમાંથી બહાર કાઢે છે. જ્યારે તે જમીનની ઊંડાઈ સુધી પહોંચે છે ત્યારે તે તેની ચામડીમાંથી મ્યુકસ નામના પદાર્થનો સ્ત્રાવ કરે છે, જે શરીરના બહારના ભાગને સંપૂર્ણપણે આવરી લે છે. જેના કારણે તે સખત શેલ બનાવે છે. માત્ર તેનું મોં બાકી રહે છે, જેનો ઉપયોગ શ્વાસ લેવા માટે કરે છે, બાકીનું શરીર કઠણ બની જાય છે. આ માછલી દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા જેવા ભાગોમાં જોવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application