કૌટુંબિક પુત્રવધુના કવેણથી સોડસલાના વૃઘ્ધાએ અગ્નિસ્નાન કર્યું

  • March 02, 2021 10:12 AM 

ખંભાળિયા તાલુકા સોડસલા વાડી વિસ્તારમાં રહેતા જીવુબેન લાલાભાઈ કરમશીભાઈ ટોયટા નામના 60 વર્ષના વૃદ્ધાએ ગત તારીખ 28 મીના રોજ પોતાના શરીરે કેરોસીન છાંટી, દીવાસળી ચાંપી દેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઉપરોક્ત મહિલાના જેઠના દીકરાની વહુ જમુબેન મચ્છાભાઈ ટોયટાએ "તું સારી નથી"- તેવા શબ્દો બોલી, અપમાનીત કરી અવારનવાર સંભળાવણી કરી, શારીરિક-માનસિક ત્રાસ આપતા આનાથી વ્યથિત વૃદ્ધાએ આ પગલું ભર્યુ હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે મહિલા પોલીસે જમૂબેન સામે આઈ.પી.સી. કલમ 498 (એ) તથા 504 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાળિયા નજીક કેફી પીણું પીધેલી હાલતમાં કાર ચાલક ઝડપાયો

ખંભાળિયા- જામનગર હાઈવે પર અત્રેથી આશરે ત્રણ કિલોમીટર દૂર દલવાડી હોટલ પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં નીકળેલા અત્રે સલાયા ગેટ વિસ્તારમાં રહેતા ડાવા ડાડાભાઈ લુણા નામના 26 વર્ષના યુવાનને પોલીસે રૂપિયા 75 હજારની કિંમતની શેવરોલેટ કંપનીની મોટરકાર નંબર જી.જે. 05 સી.એમ. 0255 સાથે લાયસન્સ વગર મધરાત્રીના સમયે નીકળતા પોલીસે ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

ઓખામાં બે વર્લી ભક્ત ઝડપાયા

ઓખાના બસ સ્ટેશન પાસેથી વરલી મટકાના આંકડા વડે જુગાર રમી રહેલા વનરાજભા ગજુભા હાથલ (ઉ.વ. 32) અને ગાંધીનગરી વિસ્તારમાંથી અલયાભાઈ ઈસ્માઈલભાઈ સપ નામના બે શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લઈ, જુગારધારાની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

મીઠાપુરમાં છરી સાથે યુવાન ઝડપાયો

મીઠાપુર તાબેના રાંગાસર ગામે વાડી વિસ્તારમાં રહેતા રાજેશભા માલાભા સુમણીયા નામના વીસ વર્ષના યુવાનને સ્થાનિક પોલીસે છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 135 (1) મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS