ધ્રોલ નજીકના હજામચોરા ગામના વૃઘ્ધાએ કોરોનાને હરાવ્યો

  • May 10, 2021 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

15 દિવસ સુધી ઘરમાં હોમ કવોરોન્ટાઇન રહીને સ્વસ્થ થયા

એક કહેવત છે કે રામ રાખે એને કોણ ચાખે... જે ભગવાનને મંજુર હોય તે જ થાય છે, ધ્રોલ નજીક આવેલા હજામચોરા ગામના 101 વર્ષના મોતીબેન અવચરભાઇ બારૈયાએ 15 દિવસ સુધી કોરોના પોઝીટીવ હોવા છતા હોમ કવોરોન્ટાઇન રહીને કોરોના સામે જીંદગીની લડાઇ લડવામાં તેઓ સફળ રહયા હતા, અને તેઓ હવે પુરેપરા સ્વસ્થ થઇ ગયા છે.

જામનગર તાલુકાના હજામચોરા ગામના 101 વર્ષના વૃઘ્ધા મોતીબેન બારૈયા  તેમના પુત્ર મનજીભાઇ અને પુત્રવધુ સાથે રહે છે, થોડા દિવસ પહેલા મોતીબેન તેમના પૌત્રના ઘેર રાજકોટ રોકવા ગયા હતા, પહેલા પૌત્રને કોરોના થયો હતો ત્યારબાદ મોતીબેનની તબીયત લથડતા તેમને શરદી, તાવ અને કફ થયા હતા અને નબળાઇ આવી ગઇ હતી ત્યારે તેનુ ઓકિસજન લેવલ 87 થી 88 થયુ હતું.

રાજકોટથી તેઓને ધ્રોલ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા જયાં ઓકિસજન ઓછું અને સીઆરપી કાઉન્ટ વધુ આવ્યા હતા અને કોરોના ઇન્ફેકશન જણાયુ હતું ત્યારબાદ ડોકટરની સલાહ મુજબ તેને હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા, 15 દિવસ સુધી કોરોના સામે લડાઇ લડયા બાદ તેઓ કોરોનાને હરાવીને ફરીથી સ્વસ્થ થયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS