રાજકોટનું જૂનું એરપોર્ટ ઇમરજન્સી માટે ચાલુ રહેશે

  • August 24, 2023 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હિરાસરનું નવું એરપોર્ટ આગામી મહિનાથી શરૂ થઈ રહ્યું છે ત્યારે રાજકોટના વર્તમાન જૂના એરપોર્ટનો શુ ઉપયોગ થશે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે. આ બાબતે આજે સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે રાજકોટનું અત્યારનું જૂનું એરપોર્ટ ચાલુ જ રહેશે અને ઇમરજન્સીમાં તેનો ઉપયોગ કરવામાં આવશે.

સાંસદ મોહનભાઈ કુંડારીયાએ અન્ય એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે અત્યારે રાજકોટથી અલગ અલગ ટ પરની બાર લાઇટ ઓપરેટ થાય છે. પરંતુ નવું એરપોર્ટ શ થતા ની સાથે જ વધુ પાંચ લાઈટ શ કરવામાં આવશે અને ઓપરેટિંગ ફલાઇટની સંખ્યા ૧૭ થઈ જશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવી જે પાંચ લાઈટ શ થવાની છે તેમાં દિલ્હીની સવારની બે લાઈટ, કલકત્તાની એક વધારાની લાઈટ અને ઇન્દોર તથા ઉૈનની લાઈટનો સમાવેશ થાય છે. 

રેલ્વે લાઈનના ઈલેકટ્રીફીકેશનના અને બ્રોડગેજના કામો પૂર્ણતાના આરે છે અને તેના કારણે હવે રાજકોટને લાંબા અંતરની નવી અનેક ટ્રેન મળવાની છે  તેવી વાત પણ મોહનભાઈ કુંડારિયા એ કરી હતી.રાજકોટ અમદાવાદ સિકસ લેન રોડ કયારે ચાલુ થશે? તેવા સવાલના જવાબમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા એ કહ્યું હતું કે કુવાડવા નજીક ઓવરબ્રિજ પાસે દીવાલ ચણવાના મામલે આ વિસ્તારના લોકોની રજૂઆતને ધ્યાનમાં રહીને ડિઝાઇનમાં થોડો ફેરફાર કરાયો છે. આ પ્રોજેકટ ઝડપથી ચાલુ થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે અને હવે કોઈ સમસ્યા ન હોવાથી ટૂંક સમયમાં આ પ્રોજેકટ પૂરો થશે.પત્રકારો સાથેની વાતચીત વખતે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડોકટર ભરતભાઈ બોઘરા, મેયર પ્રદીપભાઈ ડવ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોની,પ્રવકતા રાજુભાઈ ધ્રુવ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

લોકસભાની ચૂંટણી બોઘરા લડે તો વેલકમ: કુંડારીયા
લોકસભાની આગામી ચૂંટણી તમે લડવાના છો કે નહીં ? તેવા સવાલના જવાબમાં મોહનભાઈ કુંડારિયા એ કહ્યું હતું કે કોને ટિકિટ આપવી તે નિર્ણય પાર્ટી એ લેવાનો હોય છે અને પાર્ટીનો નિર્ણય બધા માટે બંધનકર્તા હોય છે. તમારી જગ્યાએ અત્યારે ભરતભાઈ બોઘરાનું નામ પણ બોલાઈ રહ્યું છે, તેમ કહેતા મોહનભાઈએ જણાવ્યું હતું કે જો પાર્ટી તેને ટિકિટ આપે તો તેને જીતાડવા માટે અમે પરિશ્રમ કરવામાં કોઈ કચાસ નહીં રાખીએ

કાલથી તારીખ ૩૧ સુધી મતદાર ચેતના અભિયાન: રથ ફેરવાશે
ભાજપ દ્રારા સમગ્ર દેશમાં આવતીકાલ તારીખ ૨૫ થી ૩૧ સુધી મતદાર ચેતના અભિયાન હાથ ધરવામાં આવનાં છે. આ અભિયાન અંતર્ગત છેલ્લા ત્રણ દિવસથી વોર્ડ વાઇસ, તાલુકા વાઇસ અને વિધાનસભા મતવિસ્તાર વાઈઝ મીટીંગો મળી રહી છે. પ્રત્યેક વિધાનસભા મત વિસ્તારમાં અને રાજકોટ મહાનગરમાં તમામ વોર્ડમાં આ રથ ફરીને યુવાનોને દેશના વિકાસમાં સહભાગી થવા માટે જોડવામાં આવશે. સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે આગામી તારીખ ૧૭ ઓકટોબરથી નવેસરથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરાવાનો છે. અત્યારે મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારા જેવી બાબતો નહીં કરી શકનાર લોકો માટે આ વધુ એક તક છે. મતદારોને ડુપ્લીકેટ કાર્ડ કઢાવવામાં પડતી મુશ્કેલી અને મતદાર યાદીમાં ગયા એપ્રિલ માસમાં નામ લખાવનારના હજુ ચૂંટણી કાર્ડ આવ્યા નથી તે બાબતે સાંસદનું ધ્યાન દોરવામાં આવતા તેમણે આ પ્રશ્ને ઉચ્ચકક્ષાએ રજૂઆતની ખાતરી આપી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application