ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી) દ્રારા સમગ્ર દેશમાં સાઉથવેસ્ટ મોનસુન એટલે કે નૈઋત્યનું ચોમાસું પૂં થઈ ગયું હોવાની સતાવાર જાહેરાત કરવામાં આવી છે . ચોમાસુ પૂં થતાની સાથે જ ગરમીના પ્રમાણમાં વધારો શ થઈ ગયો છે. ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં એક ધડાકે બે થી ત્રણ ડિગ્રીનો વધારો થયો છે અને સાત જેટલા સેન્ટરમાં મહત્તમ તાપમાન ૩૫ ડીગ્રીને પાર કરી ગયું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગરમીના પ્રમાણમાં હવે સતત વધારો થતો જશે અને આગામી ચાર દિવસમાં ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધશે. મંગળવારે અમદાવાદમાં ૩૫.૧ વડોદરામાં ૩૫ ભુજમાં ૩૫.૮ દમણમાં ૩૫.૨ ડીસામાં ૩૫.૮ ગાંધીનગરમાં ૩૫.૮ અને સુરતમાં ૩૫ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
આજે સવારે છ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન રાયના ૩૬ તાલુકામાં સામાન્ય ઝાપટા થી સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં સાડા ત્રણ ઈંચ નોંધાયો છે. રાજકોટ શહેરમાં ગઈકાલે સાંજે ગાજવીજ અને મેઘ ગર્જના સાથે વરસાદ પડો હતો પરંતુ માત્ર ચાર મિલિમિટર પાણી પડું છે, રાજકોટ જિલ્લાના લોધિકામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લાના આહવામાં એક અને સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં પણ એક ઈચ વરસાદ થયો છે. કચ્છ જિલ્લાના રાપરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. પરંતુ ભચાઉ અને લખપતમાં સામાન્ય જાપટા પડા છે. ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડા ખાતે પોણો ઈંચ અને કોડીનાર તથા ઉનામાં સામાન્ય ઝાપટાં પડા છે. જુનાગઢ જિલ્લામાં માળિયા હાટીના અને મેંદરડામાં ત્રણ ત્રણ મિલીમીટર પાણી પડું છે.
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર ની બબ્બે સિસ્ટમ પૈકી એક સિસ્ટમ ઓમાન તરફ પહોંચી ગઈ છે અને બીજી સિસ્ટમના કારણે દક્ષિણના રાયોમાં અને તેમાં પણ ખાસ કરીને તમિલનાડુ તથા કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. હજુ પણ ભારે વરસાદ પડશે તેવા હવામાન ખાતાના એલર્ટના કારણે તમિલનાડુમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech