વિશ્વમાં શતાયુ થનારાઓની સંખ્યામાં સતત વધારો

  • February 15, 2024 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ પ્રતિનિધિ
વોશિંગ્ટન
આગામી ત્રણ દાયકામાં 100 વર્ષથી વધુ ઉંમરના અમેરિકનોની સંખ્યા યુ.એસ.માં ચાર ગણી થવાની ધારણા છે. આ ગ્રુપ વૈશ્વિક વસ્તીમાં સૌથી ઝડપથી વિકસતું વસ્તી વિષયક જૂથ છે. 1970ના દાયકાથી તેમની સંખ્યા લગભગ દર 10 વર્ષે બમણી થઈ રહી છે. સ્વીડનના કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યુટના વૈજ્ઞાનિકોએ બળતરા, ચયાપચય, લીવર, કિડની અને એનિમિયા અને કુપોષણ સંબંધિત 12 રક્ત આધારિત બાયોમાર્કર્સની તપાસ કરીને રહસ્ય શોધી કાઢ્યું છે.
100 વર્ષ સુધી જીવતા લોકોમાં 30 વર્ષની ઉંમરથી ગ્લુકોઝ, ક્રિએટિનાઇન અને યુરિક એસિડનું સ્તર ઘટવા લાગ્યું. સૌથી ઓછું યુરિક એસિડ લેવલ ધરાવતા લોકોમાં શતાબ્દી પાર થવાની શક્યતા 4% વધુ હતી, જ્યારે સૌથી વધુમાં માત્ર 1.5% અપેક્ષા છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર, વિશ્વમાં અંદાજિત 7,22,000 લોકો સો વર્ષ અથવા તેથી વધુના છે. 2024માં જાપાન, અમેરિકા, ચીન, ભારત અને થાઈલેન્ડમાં સૌથી વધુ શતાબ્દી પાર કરનાર વૃદ્ધો હશે. જાપાનમાં દર 10,000 વ્યક્તિએ લગભગ 12 શતાબ્દી પાર કરનાર લોકો છે જયારે થાઈલેન્ડમાં 10,000 દીઠ પાંચ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ત્રણ વ્યક્તિઓ સો વર્ષ અથવા તેથી વધુ છે.
ચીન અને ભારત સાથે સરખામણી કરવામાં આવે તો, આ આંકડો એક કરતા ઓછો છે કારણ કે અહીંની મોટાભાગની વસ્તી હાલમાં યુવાન છે. જ્યારે ચીન પાસે ત્રણ દાયકામાં શતાબ્દી પાર કરનારાઓનો સૌથી મોટો હિસ્સો હશે. આ પછી અમેરિકા, ભારત, જાપાન અને થાઈલેન્ડ હશે. થોડા મહિનાઓ પહેલા કરવામાં આવેલા એક એનાલીસી ’કેરિંગ ફોર અવર એલ્ડર્સ: ઇન્સ્ટિટ્યૂશનલ રિસ્પોન્સ-ઇન્ડિયા એજિંગ રિપોર્ટ 2023’ અનુસાર, 2046 સુધીમાં વૃદ્ધોની વસ્તી 0-14 વર્ષની વયના લોકો કરતાં વધી જવાની ધારણા છે, જ્યારે 15-59 વર્ષની વયના લોકોનો હિસ્સો ઘટશે એવો અંદાજ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવતા દાયકાઓમાં મોટાભાગના રાજ્યોમાં વૃદ્ધોની વસ્તીનો હિસ્સો નોંધપાત્ર હશે. તે કહે છે કે 2036 સુધીમાં દક્ષિણના રાજ્યોમાં પાંચમાંથી એક વ્યક્તિની ઉંમર 60 વર્ષથી વધુ હશે. આ રિપોર્ટનો હેતુ ભારતમાં વૃદ્ધ વ્યક્તિઓની જીવન સ્થિતિ અને સુખાકારીનું વિશ્લેષણ કરવાનો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application