ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લ ા પાંચ વર્ષમાં ૩૭%નો વધારો થયો છે. ગીરમાં સિંહને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની અંદાજિતસંખ્યા ૨૦૧૯માં ૧,૫૫,૬૫૯થી વધીને ૨૦૨૪માં ૨,૧૩,૩૯૧ થઈ છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાય મંત્રી કીર્તિ વર્ધન સિંહે રાયસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્રારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી પૂરી પાડી હતી.
મંત્રીના નિવેદન મુજબ શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની વસ્તીને વધારવા અને લાંબા ગાળા માટે તેને ટકાવવા માટેની મુખ્ય પ્રજાતિઓ જેમ કે હરણ અને સાબરના સંવર્ધન કેન્દ્રોને વ્યૂહાત્મક રીતે સ્થાપિત કરવામાં આવ્યા છે. શાકાહારી પ્રાણીઓના વસ્તી વધારાના વલણો પર નજર રાખવા અને વિસ્તારમાં શિકાર માટે પ્રાણીઓ ઉપલબ્ધ બની રહે તે સુનિશ્ચિત કરવા માટે પધ્ધતિસરનું વસ્તી મૂલ્યાંકન કરવામાં આવે છે.
સાબરના શિકાર માટેના સંવર્ધન કેન્દ્ર ક્રાંગસ, વડવાંગડા, આંબરડી, કિલેશ્વર–૧, કિલેશ્વર–૨, રામપરા, કરજડા ખાતે અને હરણના શિકાર માટેના સંવર્ધન કેન્દ્રો સતવીરડા અને રામપરા ખાતે સ્થાપિત કરવામાં આવ્યા છે.
નથવાણી ગુજરાતના ગીરમાં સિંહોના શિકાર લાયકએવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા; સિંહોના વિચરણ વિસ્તારોની આસપાસ પૂરતા શિકારની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકાર અને રાય સરકાર દ્રારા લેવાયેલા પગલાં; સિંહોની વધતી જતી સંખ્યા અને ગીરની બહાર તેમના સ્થળાંતરને પહોંચી વળવા માટે ગીર અને તેની આસપાસ તૃણાહારી પ્રાણીઓ માટે કોઈ સંવર્ધન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે કે કેમ અને સિંહોના માનવ વિસ્તારોમાં જવાના બનાવો ઘટાડવા અને માનવ–પ્રાણી વચ્ચેના સંઘર્ષને રોકવા માટે લેવામાં આવેલા પગલાંની વિગતો વિશે જાણવા માંગતા હતા.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સિંહોના માનવ વિસ્તારોમાં જવાની ઘટનાઓને ઘટાડવા અને માનવ–પ્રાણી વચ્ચેના ઘર્ષણને રોકવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે, જેમ કે ઊભા પાકના ખેતરોમાં જંગલી પ્રાણીઓના પ્રવેશને રોકવા માટેસૌર સંચાલિત ઇલેકિટ્રક ફેન્સ, બાયો–ફેન્સિંગ, બાઉન્ડ્રી વોલ વગેરે જેવા અવરોધો ઊભા કરવા, પસંદગીના સિંહોની હિલચાલ અને વર્તનની પેટર્નનું મૂલ્યાંકન કરવા માટે રેડિયો કોલરિંગ તેમજ સંઘર્ષ વગેરેના કિસ્સામાં માનવ વસ્તીવાળા વિસ્તારોમાંથી પ્રાણીઓને ખસેડવા માટે ટ્રેકર્સ અને બચાવ ટીમો તૈનાત કરવી. તદુપરાંત સંરક્ષિત વિસ્તારો અને સિંહોના અન્ય વસવાટ વિસ્તારોમાં તેમના વસવાટની સ્થિતિમાં સુધારણાના કામો હાથ ધરવામાં આવે છે, માનવ ઇજાઓજાનહાનિ તેમજ પશુઓના મૃત્યુ માટે રાય સરકાર દ્રારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech