ભાવનગર ડિવિઝનના બોટાદ ગાંધીગ્રામ વચ્ચેના નવનિર્મિત બોડગેજ ટ્રેક માર્ચ ૨૫ માં ઈલેકટ્રીકફિકેશનથી થશે સજ્જ

  • February 02, 2024 05:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર રેલવે ડિવિઝનના ડીઆરએમ (DRM) રવીશ કુમારએ જણાવ્યુ હતું કે રેલવે મંત્રી વૈષ્ણવ દ્વારા વેસ્ટર્ન રેલવેના ભાવનગરડિવિઝન હેઠળના બોટાદ-ગાંધીગ્રામ નવનિર્મિત બ્રોડગેજ લાઈન આગામી માર્ચ'૨૫સુધીમાં ઇલેક્ટ્રિકફિકેશનથી સજ્જ થઇ જશે.

ડિઝીટલ માધ્યમથી જોડાયેલા ભાવનગર રેલવે ડિવિઝનના ડીઆરએમ રવિશ કુમારએ વધુમાં જણાવ્યુ હતુ કે, રૂપિયા ૩૧૫ કરોડના ખર્ચે નિર્માણ પામનારા બોટાદ- ગાંધીગ્રામ વચ્ચેના ૧૬૫ રેલવે ટ્રેકના વીજળીકરણની કામગીરી રેલવે વિકાસ નિગમ લીમીટેડ દ્વારા ઝડપથી આગળ ધપી રહી છે. બોટાદ-ગાંધીગ્રામ વચ્ચેનો રેલવે ઈલેકટ્રીફિકેશન પ્રોજેક્ટને રેલવેએ જૂન ૨૦૨૩મા જ મંજૂરી આપી દીધી છે.ઈલેકટ્રીફિકેશનની કામગીરી માટે માસ્ટ અને રેલવે સ્ટેશનની નજીક પોર્ટલ નાખવાની કામગીરી પણ ચાલી રહી છે. આ તકે ભાવનગર રેલવે ડિવિઝનના એડીઆરએમ હિંમાશુ શર્મા,સિનિયર ડીસીએમ માશૂક અહમદ સહિતના રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application