અગ્નિકાંડની આગ હજી બુઝાઈ નથી ત્યાં નવનિયુક્ત ચીફ ફાયર ઓફિસર તેની જ ઓફિસમાં 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

  • August 12, 2024 06:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની આગ હજી બુઝાઈ નથી, હજી અગ્રિકાંડમાં મરનારા લોકોની ચિસો શાંત પણ નથી થઈ ત્યાં વધુ એક ફાયર ઓફિસરનો તોડકાંડ બહાર આવ્યો છે. રાજકોટના નવનિયુક્ત ચીફ ફાયર ઓફિસર 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીની જાળમાં ફસાયા છે. રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોનની ચીફ ફાયર ઓફિસરની ઓફિસમાં જ એસીબીના અધિકારીઓએ લાંચ લેતા ઝડપી પાડ્યા છે.


પ્રાપ્ત માહિતી મુજબ આ કેસના ફરિયાદી ફાયર સેફ્ટી ફીટીંગનું કામ કરતા હોવાથી રાજકોટમાં એક બિલ્ડીંગ માટે ફાયર સેફ્ટી અંગેની એનઓસી મેળવવા માટે ગયા હતા. તેમણે રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બી.મારૂનો સંપર્ક સાધ્યો હતો. તે સમયે મારૂએ ફરિયાદી પાસે રૂ.3,00,000 ની લાંચની માંગણી કરી હતી.


આથી ફરિયાદીએ તેમને રૂ.1,20,000 આપી દીધા હતા. બાકીની રકમ ચાર પાંચ દિવસમાં આપવાનું નક્કી થયું હતું. બીજીતરફ ફરિયાદીએ આ અંગે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.

જેને આધારે એસીબીના અધિકારીઓએ રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોનની ચીફ ફાયર ઓફિસરની ઓફિસમાં જાળ બિછાવી હતી. જ્યાં લાંચના રૂ.1,80,000 રૂપિયા લેતા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ રંગેહાથ ઝડપાઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application