રાજયમાં પહેલી એપ્રિલથી નવી જંત્રી લાગુ થાય તેવા સંકેત હતા પરંતુ બિલ્ડર લોબી અને રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલની તકે અમલવારી મોડી રાખવામાં આવી હોવાના સંકેત મળ્યા છે તો હવે અગાઉ જાહેર કરેલા જંત્રીના દરો યથાવત રાખીને વહેલામાં વહેલી તકે ગુંચ ઉકેલવામાં આવે તેની કવાયત રાય સરકાર દ્રારા શ કરવામાં આવી છે તો રાયમાં પહેલી એપ્રિલથી નવી જંત્રીના આધારે લાગુ થાય તેના ભય વચ્ચે રાયભરમાં મિલકતોના દસ્તાવેજોની સંખ્યામાં જંગી વધારો નોંધાયો છે. બીજી બાજુ એવી વાત મળી રહી છે કે રાયમાં જંત્રીના નવા દર સાયન્ટિફિક નહીં લાગે ત્યાં સુધી અમલમાં મૂકાશે નહીં. રાયમાં નવી સૂચિત જંત્રી અનેક કારણસર અટવાઇ જતા ૧ એપ્રિલથી અમલ થઈ શકયો નથી.
જંત્રીના નવા સૂચિત દરની જાહેરાત કરી હતી. તેનો બિલ્ડર લોબીથી લઈને સામાન્ય નાગરિકોમાં પણ ભારે વિરોધ ઓનલાઇન અને ઓફલાઇન વાંધા સૂચનોથી લઇને સરકારને બ રજૂઆત સુધી થયો હતો.
આ માટે મહેસૂલ વિભાગે જિલ્લ ાઓમાંથી સમિતિઓના રિપોર્ટ મંગાવ્યા હતા અને ૬ હજારથી વધુ વાંધા સૂચનો ફકત જંત્રીના દર ઘટાડવા માટેના મળતા અને ૧૭૦૦ જેટલા સૂચન જંત્રીના દર વધારવા માટેના પણ મળતા સરકારને જે દર જાહેર કર્યા હતા, તેમાં નવેસરથી વિચારણા કરવાની ફરજ પડી હતી.
તે ઉપરાંત દાહોદ, કચ્છ અને બનાસકાંઠા જિલ્લ ામાંથી પણ વિવિધ કારણસર ડેટા અપૂરતા મળ્યા હતા. સ્ટેમ્પ પેપરની પણ મોટાપાયે ખરીદી શ થઇ હતી. તો બિલ્ડર લોબી રિઅલ એસ્ટેટમાં મકાનો મોંઘાદાટ થાય તો વધુ મંદી ના આવે તે પ્રમાણે દ૨માં ફેરફાર થાય તેવો મત ધરાવતા હતા. તેવા વિવિધ કારણોથી પણ સમગ્ર રાયમાં દર વધારવા માટેનો અમલ અટકી પડો હતો.
વહીવટી તંત્રમાં અને મુખ્યમંત્રી કક્ષાએ ઉચ્ચ સ્તરે મંજૂરી મેળવશે તે પછી જ નવા દર જાહેર કરવામાં આવશે. બીજી તરફ ૧ એપ્રિલથી નવા દરની જાહેરાત થઇ શકે છે તેવી ભીતિથી છેલ્લા પંદર દિવસથી મિલકતોના દસ્તાવેજ કરાવાના પ્રમાણમાં પણ ભારે વધારો થયો હતો. ખાસ કરીને એસજી હાઇવેથી લઇને ગાંધીનગરમાં મોટાપાયે દસ્તાવેજો થયા છે. નવા સુધારેલા દર કેવા જાહેર થાય છે તેની ઉપર રિઅલ એસ્ટેટથી લઇને એનઆરઆઇ અને રોકાણકાર વર્ગની પણ નજર છે.
સરકારને બાકી જિલ્લ ાઓમાંથી સમિતિઓના રિપોર્ટ મળ્યા બાદ મહેસૂલ વિભાગ પોકેટ વાઇઝ દર યોગ્ય છે કે નહીં તેની ચકાસણી ક૨શે. જંત્રીના નવા લાગુ થનારા દર સાયન્ટિફિક નહીં લાગે ત્યાં સુધી તેને અમલમાં મૂકાશે નહીં.
હાલ પૂરતો જંત્રીના ભાવમાં વધારો ન થતા જે નાગરિકો હજુ પણ ઘર ખરીદવા માગે છે તેમને થોડો સમય મળી જશે. નવા ઘર કે દુકાનનો હાલના દરે જ દસ્તાવેજ થઇ શકશે. રાય સરકારના સુત્રોની વાત માનીએ તો જંત્રીના નવા દર સાયન્ટિફિક નહીં લાગે ત્યાં સુધી અમલમાં મૂકાશે નહીં તેવી સ્પષ્ટ્ર વાત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech