દક્ષિણ ભારતમાં કોરોનાનો નવો ખતરનાક વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે

  • February 20, 2021 09:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાવાયરસ નું નવું સ્વરૂપ ઝડપથી ફેલાઈ રહ્યું છે પરંતુ સૌથી મોટી ચિંતાની બાબત એ છે કે દક્ષિણ ભારતમાં એન440કે નામનું નવું  ખૂબ જ ખતરનાક છે અને તે ઝડપથી ફેલાઈ રહ્યું છે.

 


દક્ષિણ ભારતમાં વધુ તકેદારી રાખવાની નિષ્ણાંતોએ સલાહ આપી છે અને વધુ કેટલાક નિયંત્રણો લાદી દવા અથવા તો તેનો કડક અમલ કરાવવાની ભલામણ કરી છે. આઈ સી એમ આર ના નિષ્ણાંતો તેમ જ અન્ય વૈજ્ઞાનિકોએ ઝડપથી ફેલાઈ રહેલા વાઈરસ અંગે અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ આ ચેતવણી જારી કરી હતી.

 


તેમણે એવી ભલામણ કરી છે કે વર્તમાન પરિસ્થિતિ પર ગંભીરતાથી બારીક નજર રાખવાની જરૂર છે અને તમામ આવશ્યક પગલાં લેવાની જરૂર છે નહિતર આ ખતરનાક સ્વરૂપ જો મોટા પ્રમાણમાં ફેલાશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.

 


વિજ્ઞાનીઓએ કહ્યું છે કે કોરોનાવાયરસ માં થઈ રહેલા બદલાવને પગલે અનેક દેશોમાં ચિંતાજનક સ્થિતિ પેદા થઈ ગઈ કે પરંતુ ભારતમાં તેનો પ્રભાવ એટલો બધો દેખાતો નથી થતા કેટલાક રાજ્યોમાં નવા સ્વરૂપ્ના કેસ બહાર આવ્યા છે અને દક્ષિણ ભારતમાં નવા જ પ્રકારનું સ્વરૂપ ફેલાઈ રહ્યું છે માટે ચિંતાનો વિષય છે.

 


દરમિયાનમાં વિજ્ઞાન કેન્દ્ર ના ડાયરેક્ટર ડોક્ટર રાકેશ મિશ્રા એ એમ કહ્યું છે કે અમારા અભ્યાસમાં ચિંતાજનક બાબતો ઉજાગર થઈ છે અને દક્ષિણ ભારત માટે અમને પણ ચિંતા છે. અહીં ઝડપથી ફેલાઈ રહેલું આ નવું સ્વરૂપ તેનો કાળો પડછાયો વધુ ફેલાવે તે પહેલાં જ તમામ અગમચેતીના પગલાં લેવાની જરૂર છે અને કડક નિયંત્રણો નો અમલ કરાવવાની જરૂર છે.

 


મહારાષ્ટ્ર અને કેરળમાં પરિસ્થિતિ ભારે ચિંતાજનક બની ગઈ છે અને ત્યાં આ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને નવા વેરિયન્ટ ત્યાં પણ મળી આવ્યા છે ત્યારે બંને સરકારોએ નવા નિયંત્રણો લાદી દીધા છે અને કેટલાક વિસ્તારોમાં લોકડાઉન નાખવાની ફરજ પડી છે.

 


નવા ખતરનાક સ્વરૂપ ને પગલે દક્ષિણ ભારતમાં પણ લોકડાઉન ની સંભાવના નકારી શકાય એમ નથી તેમ સરકારના સૂત્રોએ કહ્યું છે કારણ કે નિષ્ણાંતોએ વધુ તકેદારી રાખવાની સલાહ આપી છે અને તેને પગલે આગામી દિવસોમાં કેટલાક વધુ આકરા પગલા પણ લઈ શકાય એમ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS