જામનગરમાં તબીબી છાત્રના આપઘાત પાછળ ઘૂંટાતું રહસ્ય, જાતે ઈન્જેકશન મારીને આયખું ટૂંકાવ્યું: કારણ અકબંધ

  • June 09, 2021 02:41 PM 

રમમાંથી મૃત હાલતમાં મળી આવતાં પોલીસની તપાસ: ઈન્જેકશન મારીને આયખું ટૂંકાવ્યું: કારણ અકબંધ

 

જામનગરના મૈડિકલ કૉલેજની પી.જી. હૉસ્ટેલના છઠ્ઠા માળે તબીબી છાત્રએ આપઘાત કરી લેતાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ હતી, મમાંથી મૃત હાલતમાં મળી આવતાં પોલીસ ટૂકડી તપાસ અર્થે દોડી ગઈ હતી. મૃતકની બાજુમાંથી ઈન્જેકશન અને સિરિંજ, ખાલી શીશી મળી આવતાં ઈન્જેકશન લઈને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. જો કે, કયા કારણોસર પગલું ભર્યું? એ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ મૈડિકલ સ્ટુડન્ટે આપઘાત કયર્િ હોવાના બનાવો સામે આવી ચૂક્યા છે.

 

જાણવા મળતી વિગત મુજબ જામનગરની જીજી હૉસ્પિટલ કૈમ્પસ ખાતે આવેલી પી.જી. હૉસ્ટેલના છઠ્ઠા માળે મ નં.608માં ગઈસાંજે મૈડિકલ સ્ટુડન્ટનો મૃતદેહ મમાં પડ્યો હોવાની વિગતો પોલીસને મળતાં ટૂકડી ત્યાં દોડી ગઈ હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

 

જીજી હૉસ્પિટલના પી.જી. હૉસ્ટેલના છઠ્ઠા માળે રહેતાં મૂળ રાજકોટના અને હાલ જામનગર એમ.પી. શાહ મૈડિકલ કૉલેજ ખાતે ઍનેસ્થેસિયાના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતાં ડૉ.મૌલિક ચુનીલાલભાઈ પીઠવા પોતાના મમાં પલંગ પર સૂતેલા જોવા મળ્યાં હતાં અને પોલીસ દ્વારા ખરાઈ કરતાં મરણ ગયેલ હાલતમાં હોવાનું માલૂમ પડ્યું હતું. તેની બાજુમાં જમણાં હાથે એક ઈન્જેકશન, સોઈ સાથે પડેલી હતી અને ડાબા હાથની બાજુમાં ‘સકસીનાયેડ કોલીન’ નામની શીશી જોવા મળી હતી. આથી ઍનેસ્થેસિયાના જુનિયર તબીબે ઈન્જેકશન લઈને આ પગલું ભર્યું હોવાનું અનુમાન પોલીસ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે.

 

સિટી ‘બી’ ડિવિઝન પોલીસ દ્વારા પ્રાથમિક કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ. માટે મોકલી આપ્યો હતો. કયા કારણોસર તબીબી છાત્રએ આ પગલું ભર્યું? એ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે. ઉપરોકત બનાવ અંગે મૂળ આણંદના અહે હાલ જીજી હૉસ્પિટલ પી.જી. હૉસ્ટેલ ખાતે રહેતાં ડૉ.કેતન જશુભાઈ મકવાણા દ્વારા સિટી ‘બી’ ડિવિઝન પોલીસમાં જાહેર કરાયું હતું. આગળની તપાસ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. મૈડિકલ સ્ટુડન્ટના આપઘાતના બનાવથી સાથી છાત્રો અને હૉસ્ટેલના કર્મચારીઓ તેમજ હૉસ્પિટલ વર્તુળોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS