જસદણના આટકોટમાં અજાણ્યા યુવકનો કોહવાયેલો મૃતદેહ મળ્યો

  • May 23, 2024 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણના આટકોટ ગામે ટી પોઈન્ટ નજીક લીડકડીના વોંકળામાં અજાણ્યા યુવકનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ફોરેન્સિક પીએમમાં ખસેડાયો હતો. બાવળની જાડીમાં યુવકનો અંદાજે ૨૦ દિવસી મૃતદેહ પડયો હોવાનું મનાય છે. જસદણ તાલુકાના આટકોટ ગામે આવેલ ટી પોઈન્ટ નજીક બાવળની જાડીમાં અજાણ્યા યુવકનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ પડયો હોવાની સનિક લોકોએ આટકોટ પોલીસને જાણ કરતા પીએમઆઈ સિસોદિયા સ્ટાફ સો દોડી ગયા હતા. મૃતદેહ વીસેક દિવસ જૂનો કોહવાયેલી હાલતમાં હોય ઓળખ અશકય બની હતી. સેવાભાવીઓ હિંમતભાઈ કુવરિયા, દિનેશભાઈ કુવરિયા, દિલીપ દાફડા વગેરેની મદદી મૃતદેહનો કબજો મેળવી ફોરેન્સિક પી.એમ. માટે રાજકોટ મોકલવાની તજવીજ હા ધરાઈ હતી.
દરમિયાન આટકોટ પોલીસ દ્વારા સોશ્યલ મીડિયામાં મૃતદેહ પરના કપડા નાઈટડ્રેસના ટીશર્ટમાં લખાણ અંગેના મેસેજ મુકીને ઓળખ મેળવવા પ્રયાસો હા ધરાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application